News of Thursday, 14th August 2025
સેવા સાદગી અને સત્કર્મના સંગમ સમા નીલેશભાઇ શાહનો જન્મદિવસ

રાજકોટઃ જાણીતા જૈન શ્રેષ્ઠી અને સંબંધ રાખવામાં માહિર સૌને રાખી ચાલનારા એવા શ્રી નીલેશભાઇ શાહનો આજે જન્મદિવસ છે. તેઓ છેલ્લા ૪૯ વર્ષથી રાજકોટ નાગરિક સહકારી બેંક.લીના હાલ ના કાર્યરત મેનેજર તેમજ બેંકના અનેક હોદા ઉપર રહીને જાગૃત કર્મચારી મંડળ, કર્મચારી મંડળી માર્ગદર્ર્શન આપી રહ્યા છે. જૈન સોશ્યલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશનની રીલીજીયસ કમિટીના ચેરેમેન તરીકે હાલ કાર્યરત છે, જન સોશિયલ ગ્રુપ રાજકોટ મીટડાઉનના પૂર્વ પ્રમુખ તરીકે રહી ચૂકયા છે, શ્રી અરવિંદભાઇ મણીયાર જનકલ્યાણ ટ્રસ્ટ તેમજ શ્રી પુજિત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ તેમજ નાંલદા જૈન ઉપાશ્રય, જૈનમ ગ્રુપ જેવી સંસ્થાઓમાં સેવા આપી રહ્યા છે. તેમને ‘‘વોઇસ ઓફ રાજકોટનું'' ગૌરવ પુરસ્કાર નીલેશભાઇ શાહ તેમની તમામ પ્રગતિનો જશ તેમના ગુરૂણીમૈયા સૌરાષ્ટ્રના સિંહણશ્રી ઇન્દુબાઇ મહાસતીજી તેમજ સ્વર્ગીય માતાશ્રી સુશીલાબેન તેમજ સ્વર્ગીય પિતાશ્રી જગુભાઇ તેમજ શાહ પરિવારના તમામ પરિવારજનોને આપી રહ્યા છે. તેમના ધર્મપત્ની રશ્મિબેન તથા બંને લાડકી દીકરીઓ ધરાબેન કોઠારી તેમજ દિશાબેન ગોપાણી તેમજ બંને જમાઇઓ મલયભાઇ કોઠારી તેમજ દીપભાઇ ગોપાણી તેમજ દોહિત્ર વિધાન અને દોહિત્રી વિયાના ગોપાણીનો તેમની પ્રગતિમાં અનહદ ફાળો રહ્યો છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી પર્યુષણ દરમિયાન અઠ્ઠાઇ તેમજ નવાઇ ઉપવાસની આરાધના કરી રહ્યા છે. તેમના ૬૯માં વર્ષની પૂર્ણતાએ અને ૭૦માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. મો.૯૮૨૫૨ ૯૦૬૨૫.(૩૮.૨૪)
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
