News of Friday, 4th July 2025
એડવોકેટ-હેમ પૂર્વ બેન્કર પ્રફુલભાઈ ચંદારણાનો જન્મદિવસ

રાજકોટઃ શ્રી પ્રફુલભાઈ ચંદારાણા આજે ૬૯ વર્ષમાં પ્રવેશ કરે છે. પત્રકારિત્વનો ડિગ્રી અભ્યાસ (દૂરદર્શન કેન્દ્ર રાજકોટની ઈન્ટરસીપ) બેન્ક સર્વિસ સાથોસાથ જ પૂર્ણ કરેલ. બી.કોમ., એલ.એલ.બી., બી.જે.એમ.સી., લેબર લોઝની ડિગ્રી ધરાવે છે. ૧૯૭૬-૭૭ થી કોર્ટ સર્વિસની કારકિર્દીથી શરૂઆત કર્યા બાદ ૪૦ વર્ષની બેન્ક ઓફ બરોડા ૨૦૧૭માં રીટાયર્ડ થયેલ. આ દરમ્યાન તેઓ બેન્કમાં એડમીન, લીગલ, ફાયનાન્સીયલ ઈન્કલુઝન, એસ.એમ.ઈ. કલીયરીંગ હાઉસ, કેશ, લોકર, સી.આર.એફ.ઈન્સ્યુ. તેમજ બિઝનેશ ડેવલપમેન્ટ જેવા વિભાગોમાં જવાબદારી સંભાળેલ સ્ટાર પરફોમન્સનું પરફોમન્સ ઈન બિઝનેસ ગ્રોથનો ૨૦૧૫ નો શ્રેષ્ઠ એવોર્ડ બેન્ક દ્વારા એનાયત કરવામાં આવેલ. તેઓ માન્યતા પ્રાપ્ત બેન્ક યુનિયનમાં ઝોનલ સેક્રેટરી તરીકેની જવાબદારી સંભાળેલ આત્મીય યુનિવર્સિટી રાજકોટ ખાતે છેલ્લા ૨ વર્ષથી એન્જીનિયરીંગ સ્ટુડન્ટના ફાયનલ પ્રોજેકટમાં જયુરી તરીકે સેવાઓ આપી રહ્યા છે.
તેઓએ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરીટી, ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના માર્ગદર્શન હેઠળ પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ (ચેરમેન), ડિસ્ટ્રીક લીગલ સર્વિસ ઓથોરીટી રાજકોટ દ્વારા ૩ વર્ષ માટે ફેમીલી કોર્ટમાં એડવોકેટ તરીકે સેવાઓનો પણ લાભ આપેલ છે. રઘુવંશી લોયર ફેડરેશન રાજકોટ દ્વારા એકઝીકયુટીવ કમિટિ મેમ્બર તરીકે પસંદગી પામેલ છે. તેઓ સમાધાન પંચમાં કાયદાકીય સલાહકાર તરીકે કાર્યરત છે. લોહાણા મહાપરિષદ મુંબઈની સ્થાયી સમાધાન કમિટિ (લીગલ વિંગ) તથા લગ્ન વિષયક કમિટિ મેમ્બર તથા લોહાણા સેવા મંડળ ટ્રસ્ટ સંચાલિત નિઃશુલ્ક મેરેજ બ્યુરોમાં સેવાઓની સાથોસાથ સપનાના વાવેતર મુંબઈના લીગલ સલાહકાર તથા કો-ઓર્ડિનેટર પણ છે. તેઓ લગ્ન વિષયક પસંદગી સમારોહની સેવાઓ ઓફલાઈન તથા ઓનલાઈન ઉપરાંત સમાધાન પંચ અને ત્યારબાદની કાયદાકીય સલાહ નિઃશુલ્ક આપી રહ્યા છે. અભિનવ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના પ્રમુખ, શ્રી રઘુવંશી ચિલ્ડ્રન સોસાયટી ટ્રસ્ટ રાજકોટ, ફાઉન્ડર ટ્રસ્ટી તરીકે ઉપરાંત શ્રી વિરાણી હાઈસ્કૂલ રાજકોટના ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ છે. તેઓ હેમ પણ છે. જે મિનિસ્ટ્રી ઓફ ટેલી કોમ્યુનિકેશનના વાયરલેસ પ્લાનિંગ એન્ડ કોર્ડિનેશન ન્યુ દિલ્હીના કોલ સાઈન નંબર VU3ZJK થી ઉત્તિર્ણ કરીને લાયસન્સ પ્રાપ્ત કરેલ છે.
તેઓએ માઉન્ટીંગ તેમજ ટ્રેકિંગ પણ કરેલ છે અને યુથ હોસ્ટેલ એસોસીએશન ઓફ ઈન્ડિયા રેડક્રોસ સોસાયટીના લાઈફ મેમ્બર, રતનપર માનસ મંદિર ટ્રસ્ટ રાજકોટમાં ટ્રસ્ટી તથા આંતરરાષ્ટ્રીય યુનો બેઈઝ ધી એકસપેરીમેન્ટ ઈન ઈન્ટરનેશનલ લીવીંગ ના સેન્ટર હેડ, સીનીયર સીટીઝન કલબ, બોલબાલા ટ્રસ્ટ, ગ્રાહક સુરક્ષા તેમજ એન.જી.ઓ. જેવી સંસ્થામાં સેવાઓ આપી રહ્યા છે.(મો.નં. ૯૪૨૬૯ ૦૬૭૩૨)
(2:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
