<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

સંઘના સ્‍વયંસેવક મનોહરસિંહ ઝાલાનો જન્‍મદિનઃ૯૦માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ મૂળ સુરેન્‍દ્રનગરના ખેરાળીના વતની મનોહરસિંહ જોરૂભા ઝાલાનો આજે ૯૦મો જન્‍મ દિવસ છે. બાલ્‍યકાળથી સંઘના સ્‍વયંસેવક એવા મનોહરસિંહજી પોરબંદર જિલ્લા વિશ્વ હિન્‍દુ પરિષદના કાર્યકારી પ્રમુખ તરીકે તેમજ વિદ્યાભરતી તથા અન્‍ય ભગિની સંસ્‍થામાં પોતાની સેવા આપી છે. ત્‍યારબાદ રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવી સતત કાર્યરત છે. દરેક કાર્યકર્તા સાથે પરિવારનો નાતો ધરાવતા મનોહરસિંહ બાપુ હંમેશા નેશન ફર્સ્‍ટ, કરેક્‍ટર મસ્‍ટના મંત્ર સાથે અવિરત કાર્ય કરી રહ્યા છે. ૯૦ વર્ષની વયે પણ  દેશની વર્તમાન પરિસ્‍થિતિની સતત ચિંતા, ચિંતન કરતા રહે છે. તેમજ દેશ સેવા માટે કાર્યકર્તાઓને પ્રોત્‍સાહન, પ્રેરણા આપતા રહે છે. સ્‍વયંસેવક, કાર્યકર્તામાં બાપુના નામે જાણીતા મનોહરસિંહજીના જન્‍મ દિવસે સારા આરોગ્‍ય અને દીર્ઘાયુ માટે અઢળક શુભેચ્‍છાઓનો ધોધ વહી રહ્યો છે.

(3:12 PM IST)