<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

એંજલ પંપના એમ.ડી. કિરીટભાઇ આદ્રોજાનો આજે જન્‍મ દિવસ

રાજકોટઃ મૂળ મોરબી પંથકના વતની રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવનાર કડવા પટેલ સમાજના યુવા અગ્રણી જાણીતા ઉદ્યોગપતિ, મેનેજમેન્‍ટ ગુરૂ તરીકે ઓળખાતા એંજલ પંપના મેનેજીંગ ડીરેકટર કિરીટભાઇ આદ્રોજાનો આજે જન્‍મ દિવસ છે. તેઓ દીકરાનું ઘર-ઢોલરા,સરગમ કલબ, યુવી કલબ, રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ, રાજકોટ, ગ્રેટર ચેમ્‍બર ઓફ કોમર્સ સહિતની સંસ્‍થાઓ ઉપરાંત જામનગરની આણદાબાવા સેવા સંસ્‍થાન ના ટ્રસ્‍ટી, સીદસર ઉમિયા માતાજી મંદિરના ટ્રસ્‍ટી તરીકે જોડાયેલા છે, દિકરાનું ઘર વૃદ્ધાશ્રમ પરિવાર દ્વારા પ્રતિ વર્ષ યોજાતા માતા પિતા વિહોણી રર દીકરીઓના વહાલુડીના વિવાહના આયોજક-સંયોજક તરીકે મહત્‍વની ભૂમિકા ભજવી રહ્યા છે. તાજેતરમાં જ કિરીટભાઇને ગીનીસ  બુક ઓફ વર્ર્લ્‍ડ રેકોર્ડ દ્વારા બ્રિટીશ પાર્લામેન્‍ટમાં યોજાયેલ કાર્યક્રમમાં સફળ ઉદ્યોગપતિ તરીકેનો એવોર્ડ પણ મળેલ છે. સિરામિક, બાંધકામ, સબ મર્શીબલ સોલાર, સહિતના વ્‍યવસાય સાથે જોડાયેલા છે. મો. ૯૮ર૪ર ૮૪૪૦૪

(2:40 PM IST)