તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Wednesday, 4th September 2024
ભારતીય શૂટર અવની લેખા પેરિસ પેરાલિમ્પિક્સમાં બીજો મેડલ જીતવામાંથી ચૂકી ગઈ
પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ગોલ્ડ મેડલ જીતવા બદલ રાજસ્થાન સરકાર અવની લેખરાને 3 કરોડ રૂપિયા આપશે.

પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતનો પહેલો ગોલ્ડ મેડલ જીતનારી શૂટર અવની લેખારા તેના બીજા મેડલની ખૂબ નજીક આવીને હારી ગઈ. 10 મીટર એર રાઈફલ SH1 માં ગોલ્ડ મેડલ જીત્યા બાદ, અવનીએ હવે 50 મીટર રાઈફલ 3 પોઝિશન SH1 ફાઈનલમાં જોરદાર પ્રદર્શન કર્યું, પરંતુ તે પાંચમાં ક્રમે રહી. જો કે આ યાદગાર પ્રદર્શન બાદ તે અમીર બનશે તે નિશ્ચિત છે. ભારત પરત ફરવા પર તેને 3 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવશે., આ પહેલા અવની લેખરાએ 2020 પેરાલિમ્પિકમાં 10 મીટર એર ઈવેન્ટ SH-1માં ગોલ્ડ મેડલ સહિત કુલ 2 મેડલ જીત્યા હતા
ભારતની અવની લેખરાએ મહિલાઓની 50 મીટર રાઈફલ 3 પોઝિશન એસએચ1 ફાઈનલમાં સારી શરૂઆત કરી હતી. સિરીઝ-1માં તેણે કુલ 51.1નો સ્કોર કર્યો, સિરીઝ 2 માં 48.9 પોઈન્ટ મેળવ્યા. જ્યારે સિરીઝ-3 માં કુલ સ્કોર 50.9 હતો. તે 15 શોટ પછી 150.9 ના સંયુક્ત સ્કોર સાથે બીજા સ્થાને હતી. ત્યારબાદ પ્રોન પોઝિશનની સિરીઝ-1માં તેણે કુલ 50.6નો સ્કોર કર્યો. સિરીઝ-2 માં 49.9 પોઈન્ટ અને સિરીઝ-3 માં 50.1 પોઈન્ટ્સ મેળવ્યા. પરંતુ આ રાઉન્ડ બાદ તે છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ હતી.
આ પછી સ્ટેન્ડિંગ પોઝિશન રાઉન્ડ રમાયો હતો. સ્ટેન્ડિંગ પોઝિશનની સિરીઝ-1માં અવનીએ કુલ 48.8 સ્કોર કર્યો. સ્ટેન્ડિંગ પોઝિશનની સિરીઝ-2 માં અવની લેખરા 50.4 નો સ્કોર હાંસલ કરવામાં સફળ રહી. જે બાદ અવની લેખરા પાંચમાં સ્થાને પહોંચી ગઈ. પરંતુ તેને એલિમિનેશન રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ગોલ્ડ મેડલ જીતવા બદલ રાજસ્થાન સરકાર અવની લેખરાને 3 કરોડ રૂપિયા આપશે. વાસ્તવમાં, 2020-21ના બજેટમાં રાજસ્થાન સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ઓલિમ્પિક અને પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડીને 3 કરોડ રૂપિયા આપવામાં આવશે. જ્યારે સિલ્વર મેડલ માટે 2 કરોડ રૂપિયા અને બ્રોન્ઝ મેડલ માટે 1 કરોડ રૂપિયા આપવામાં આવશે. આવી સ્થિતિમાં અવની લેખરાને ભારત પરત ફરવા પર 3 કરોડ રૂપિયા મળવાની ખાતરી છે. આ પહેલા તેને ટોક્યો ઓલિમ્પિકમાં પણ ગોલ્ડ મેડલ જીતવા બદલ 3 કરોડ રૂપિયા મળ્યા હતા.
(12:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
