<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

વન-ડે વર્લ્‍ડ કપની પ્‍લેઇંગ ૧૧ ટીમમાં હું કોઇની પહેલી પસંદ નહોતોઃ શમીનો ખુલાસો

ભારતીય ટીમના ફાસ્‍ટ બોલરનો આજે જન્‍મદિવસ મોહમ્‍મદ શમીએ ODI વર્લ્‍ડ કપ ૨૦૨૩માં ભારતીય ટીમ માટે તેની છેલ્લી મેચ રમી હતી

નવી દિલ્‍હી, ૩ : ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્‍ટ બોલર મોહમ્‍મદ શમીએ ODI વર્લ્‍ડ કપ ૨૦૨૩ને લઈને મોટો ખુલાસો કર્યો છે. મોહમ્‍મદ શમીએ કહ્યું છે કે, ODI વર્લ્‍ડ કપની પ્‍લેઈંગ ૧૧ ટીમમાં તે કોઈની પહેલી પસંદ નહોતો. ઉલ્લેખનીય છે કે, મોહમ્‍મદ શમીનો આજે મંગળવારે જન્‍મદિન છે. જ્‍યારે પણ ભારતીય ક્રિકેટ ટીમમાં ફાસ્‍ટ બોલરોની વાત થશે. ત્‍યારે મોહમ્‍મદ શમીનું નામ તેમાં ચોક્કસ સામેલ થશે. મોહમ્‍મદ શમી હાલમાં ઈજાના કારણે ટીમ ઈન્‍ડિયાની બહાર છે. જો કે, તેની ટૂંક સમયમાં વાપસીની અપેક્ષા છે. મોહમ્‍મદ શમીએ ODI વર્લ્‍ડ કપ ૨૦૨૩માં ભારતીય ટીમ માટે તેની છેલ્લી મેચ રમી હતી. જ્‍યાં તેણે ટીમ ઈન્‍ડિયાને ફાઈનલ સુધી લઈ જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જોકે ભારતીય ટીમને ફાઇનલમાં ઓસ્‍ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્‍યો હતો.

(4:46 PM IST)