તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Monday, 2nd September 2024
બેડમિન્ટનમાં મનીષા રામદાસે બ્રોન્ઝ અને તુલાસીમાથી મુરુગેસને સિલ્વર મેડલ જીત્યો : ભારતનો 11મો મેડલ
મનીષા રામદાસે બેડમિન્ટન મહિલા સિંગલ્સ SU5માં 21-12, 21-8થી જીત મેળવીને બ્રોન્ઝ મેડલ જીત્યો

નવી દિલ્હી. આજે પેરિસ પેરાલિમ્પિક્સ-2024માં ભારતના મેડલની સંખ્યા વધી રહી છે. બેડમિન્ટનમાં ભારતે 3 મેડલ જીત્યા છે. નિતેશ કુમારે ગોલ્ડ કબજે કર્યો છે,સહસ યથિરાજ તેની શ્રેણીમાં ટાઇટલ માટે સ્પર્ધા કરશે. જો તે ફાઇનલમાં હારી જશે તો પણ મેડલ લાવશે. ભારત આજે બીજી ઘણી ઈવેન્ટ્સમાં પણ મેડલ મેળવી શકે છે.
વિમેન્સ સિંગલ્સની SU5 ફાઇનલમાં, તુલાસિમાથી મુરુગેસનને ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનની યાંગ કિયુ ઝિયા સામે 17-21, 10-21થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે તેણે સિલ્વર મેડલ સુનિશ્ચિત કર્યો. આજે પેરા બેડમિન્ટનમાં ભારતનો આ ત્રીજો મેડલ છે.
મનીષા રામદાસે બેડમિન્ટન મહિલા સિંગલ્સ SU5માં 21-12, 21-8થી જીત મેળવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતનો આ 10મો મેડલ છે.
મિક્સ્ડ ટીમ કમ્પાઉન્ડ ઓપન ઈવેન્ટમાં ટોચના ક્રમાંકિત શીતલ દેવી અને રાકેશ કુમારે ઇન્ડોનેશિયાના ટીઓડોરા ઓડી આયુડિયા ફેરેલી અને કેન સ્વાગુમિલાંગને 154-143થી હરાવ્યા હતા. આ સાથે આ જોડી સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. તેમની સેમી ફાઈનલ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 9:40 વાગ્યે થશે. સેમિફાઇનલમાં તેનો મુકાબલો ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાનના ફાતેમેહ હેમતી અને હાદી નૌરી સામે થશે.
(10:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
