<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

સાવરકુંડલાના પાણાખાણમાં ડૂબી જતાં યુવકનું મોત

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૧૬: હાથસણી રોડ પર આવેલી પાણાખાણમાંથી એક અજાણ્‍યા યુવકનો મળતદેહ મળી આવતા સમગ્ર વિસ્‍તારમાં ચકચાર મચી ગઈ હતી. પાણાખાણના પાણીમાં યુવકનો મળતદેહ તરતો હોવાની જાણ થતાં તાત્‍કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં જ અમરેલી ફાયર વિભાગની ટીમે ભારે જહેમત ઉઠાવી અંદાજે બે કલાકની મહેનત બાદ મળતદેહને પાણીમાંથી બહાર કાઢયો હતો.

બીજી તરફ, પોલીસની પ્રાથમિક તપાસમાં મળતક યુવકની ઓળખ રાજુભાઈ ભીમાભાઈ વાઘેલા તરીકે થઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, યુવક પાણાખાણમાં નહાવા માટે ગયો હતો, તે દરમિયાન ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તેનું કરુણ મોત નીપજ્‍યું હતું.

બનાવને પગલે સાવરકુંડલા સિટી પોલીસ દ્વારા અકસ્‍માતે મોતનો ગુનો નોંધી મળતદેહને પોસ્‍ટમોર્ટમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

(10:38 AM IST)