News of Saturday, 14th November 2026
વાંકાનેરઃ આઇશ્રી ખોડિયાર માતાજી માટેલ મંદિરમાં નવા
વર્ષથી લાભ પાંચમ સુધી ભાવિકોની ભીડઃ દિવ્ય શણગાર દર્શન

વાંકાનેર તા.૧૪: વાંકાનેરથી નજીક પ્રસિદ્ધ યાત્રાધામ જગ વિખ્યાત આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર માટેલધામ ખાતે દિવાળીથી લાભ પાંચમ દરમ્યાન હજારો ભાવિકોએ દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધેલ હતો પવિત્ર માટેલધરાનું જળ લઈ ધન્યતા અનુભવેલ હતી ખોડિયાર માતાજી કી જયના નારાથી મંદિર પરિસર ગુંજી ઉઠેલ હતું અસંખ્ય બાવનગજની ધજા ચડાવવામાં આવેલ હતી માતાજીના દર્શન માટે નિજ મંદિરમાં ભાવિકોની મોટી લાઈન લાગેલ હતી દરેક ભાવિકો આસ્થા સાથે સંતાન નો થાતુ હોય તો માતાજીની પેડા, સાકર, મીઠાઈની જોખવાની માનતા રાખે છે દિવાળી પર્વ અનેક ભાવિકોએ બાળકોને પેડા, સાકર, મીઠાઈથી જોખેલ હતા અત્રે ઉલ્લેખનીય છે કે આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર માટેલધામ ખાતે અવિરત બંને ટાઈમ કોઈપણ નાત જાતના ભેદભાવ વગર ભોજનાલયમાં મહાપ્રસાદ ચાલુ જ છે અને આખોદિવસ ચા પાણી ચાલુ રહે છે તેમજ યાત્રિકોમાટે કોઈપણ ચાર્જ વિના રહેવા માટે રૂમ આપવામાં આવે છે અને ભાવિકો પવિત્ર માટેલ ધરાનું જળ લઈને ધન્યતા અનુભવે છે કાયમ માટે માતાજીના નિજ મંદિરમાં વિધ વિધ જાતના ફૂલોની રંગોળી અને ફૂલના શણગાર કરવામાં આવે છે.
મંદિરના મહંત શ્રી રણછોડદાસબાપુ દૂધરેજીયા, શ્રી જગદીશબાપુ, શ્રી ખોડીદાસબાપુના માર્ગદર્શન હેઠળ સત સેવાના કાર્યો થઈ થઈ રહયા છે.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
