News of Sunday, 15th November 2026
વિસાવદર નજીક વાહન અકસ્માતમાં બે યુવાનોનાં મોતથી અરેરાટી

(વિસાવદર તા.૧૫-૧૧-૨૦૨૬):વિસાવદર નજીકના કુબા ગામેથી વિસાવદર આવવા ટુ વ્હીલર વાહન લઇને નીકળેલા જેનીલગીરી બ્રિજેશગીરી ગૌસ્વામી (ઉ.વ.૧૬) તથા વિરાજગીરી અતુલગીરી ગૌસ્વામી (ઉ.વ.૧૪) બન્ને યુવાનોના ફોર વ્હીલર સાથેના અકસ્માતમાં મૃત્યુ નિપજ્યા હોવાના પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે.
વિસાવદરની સેવાભાવી સંસ્થા ગણપતિ ઉત્સવ સમિતિના પ્રમુખ સુરેશભાઈ સાદરાણીના જણાવ્યા અનુસાર બંને યુવાનો કુબાથી વિસાવદર ટુ વ્હીલ મોટરસાયકલ પર આવી રહ્યા હતા ત્યારે ફોર વ્હીલર વાહન સાથે અકસ્માત સર્જાતા બન્નેના મૃત્યુ નિપજ્યા છે.. બન્નેને ૧૦૮ એમ્બ્યુલન્સ વાનમાં વિસાવદર સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા..આ બનાવની જાણ થતાં જ પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રિબડિયા સરકારી હોસ્પિટલે દોડી ગયા છે. સત્તાવાર વધુ વિગતો મેળવાઈ રહી છે.
(11:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
