તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Friday, 13th November 2026
કચ્છના મેઘપર બોરીચી પાસેથી મૂળ બાંગ્લાદેશી બે મહિલાઓ ઝડપાઈ
પૂર્વ કચ્છ એસઓજીએ બાતમીના આધારે મેઘપર બોરીચી પાસેથી ગેરકાયદે રહેતી સાથી સિક્ધાર અને મિનારા બેગમ નામની બે બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરી

પૂર્વ કચ્છ જિલ્લામાં ગેરકાયદે વસવાટ કરતા વિદેશી નાગરિકો વિરૂદ્ધ પોલીસ તંત્ર દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. બાતમીના આધારે પૂર્વ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) ની ટીમે મેઘપર બોરીચી વિસ્તારમાં આવેલા એક બીજ નજીક સફળ દરોડો પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસની આ કાર્યવાહી દરમિયાન મૂળ બાંગ્લાદેશની વતની હોવા છતાં ભારતમાં કોઈપણ પ્રકારના આધારભૂત અને વૈધ દસ્તાવેજો કે વિઝા વિના ગેરકાયદે રીતે રહેતી બે મહિલાઓને ઝડપી પાડવામાં આવી છે. પકડાયેલી મહિલાઓમાં સાથી સિક્ધાર અને મિનારા બેગમનો સમાવેશ થાય છે.
પૂર્વ કચ્છ એસઓજી દ્વારા આ બંને બાંગ્લાદેશી મહિલાઓની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે, તેમજ તેઓ કયા હેતુસર અને કોની મદદથી અહીં આવ્યા હતા તે અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ મામલે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી આગળની સઘન તપાસ આદરવામાં આવી છે.
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
