તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
જામનગરમાં ૯ કિલો બે લાખના હેરોઈન સાથે બે પંજાબી ઝડપાયા
એસઓજી દ્વારા હોટલ સુમુખમાં રેઈડ, કુલ રૂ.૨,૧૫,૮૨૦/- નો મુદ્દામાલ જપ્ત, NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૩: નાયબ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલિપ્ત રાય રાજકોટ નાઓ દ્વારા જામનગર જિલ્લામાં નશીલા પદાર્થના વેપાર ઉપર રોક લગાવવા માટે સૂચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની તથા ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રતિભાનાઓએ નશીલા પદાર્થના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે ર્ં‘‘No Drugs In Jamnagar'અભિયાન શરૂ કરવા સૂચના કરેલ.
હાલમાં નશાકારક પદાર્થ પકડી પાડવા માટે એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય, લોકો નશો કરવા માટે નવા નવા નુસખાઓ અપનાવતા હોય ગુનેગાર પણ નશો કરનારની માંગ મુજબ ઝેરી વસ્તુઓ પણ વેચવા માંગતા હોય જે અંગે એસ.ઓ.જી. ના પોલીસ ઈન્સ્પેક્ટર વી.જે.રાઠોડ તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટર એલ.એમ.ઝેરના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં રહેલ હતા.
દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ બળભદ્રસિહ જાડેજા તથા વિરેન્દ્રસિહ જાડેજા તથા મયુરરાજાસિહ જાડેજાને બાતમી મળેલ કે, જામનગર, સુમેર ક્લબ રોડ, એસ.ટી.ડેપો પાસે આવેલ હોટલ સુમુખ, રૂમ નંબર ૧૦૮ માં લવપ્રીતસિંહ ગુલઝારસિંહ તથા હરપ્રીતસિંહ ગુલઝારસિંહ રહેવાસી બંને પંજાબ વાળાઓ માદક પદાર્થ લઈને રોકાયેલ છે અને હાલ તેઓ આ હોટલમાં હાજર છે, જેથી સદરહુ જગ્યાએ જઈ રેઈડ કરતા હકીકત મુજબના ઈસમો (૧) લવપ્રીતસિંહ ગુલઝારસિંહ (૨) હરપ્રીતસિંહ ગુલઝારસિંહ રહેવાસી બંને રતનગઢ, ભીંડર, જી.અમૃતસર, પંજાબ વાળાઓ ગે.કા. માદક પદાર્થ હેરોઈન ૯.૬૧ ગ્રામ કુલ કિ.રૂ.૧,૯૨,૨૦૦/- તથા બે મોબાઈલ ફોન, રોકડા રૂપિયા વિ. મળી કુલ કિમત રૂપિયા ૨,૧૫,૮૨૦/- ના મુદ્દામાલ સાથે પકડાઈ જતા મજકુર ઈસમો વિરુદ્ધ સીટી ‘‘એ'' ડીવી. પો.સ્ટે. બી-પાર્ટ ગુના રજીસ્ટર નંબર૧૧૨૦૨૦ ૦૮૨૨૬૨૨૨/૨૦૨૬ એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮(સી), ૨૧(બી), ૨૯ મુજબ ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કાર્યવાહી એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટર વી.જે.રાઠોડ તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટર એલ.એમ.ઝેર તથા એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
