News of Saturday, 14th November 2026
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાંચ સ્થળોએ માર્ગ અકસ્માતમાં બેના મોત

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા.૧૪: કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા અને કર્મકાંડ સાથે સંકળાયેલા નંદલાલ દેવરાય ભોગાયતા નામના ૬૫ વર્ષના બ્રાહ્મણ વળદ્ધ તેમના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે કલ્યાણપુરથી આશરે ૨૫ કિલોમીટર દૂર પોરબંદર હાઈવે પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. ૩૭ પી ૪૯૬૧ નંબરના એક મોટરસાયકલના ચાલકે નંદલાલભાઈ ભોગાયતાના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં તેમનું મળત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મળતકના પુત્ર હસમુખભાઈ નંદલાલ ભોગાયતા (ઉ.વ. ૩૮) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે મોટરસાયકલના ચાલક સામે ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.
અન્ય એક બનાવમાં દ્વારકાથી આશરે ૯ કિલોમીટર દૂર ઓખા હાઈવે રોડ પર શિવરાજપુર ખાતે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા એક અજાણ્યા મોટરકારના ચાલકે આ માર્ગ પર ઓખા તરફથી આવી, હોટેલ રજવાડું પાસેથી રોડ ક્રોસ કરીને જઈ રહેલા એક આસામીને ઠોકરે લીધા હતા. જેના કારણે તેમને માથાના ભાગે તેમજ શરીરમાં ફ્રેકચર સહિતની ઈજાઓ પહોંચી હતી. જેથી તેમનું મળત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે દ્વારકા પોલીસે કમુબેન કાનાભા સવાભા પરમાર (ઉ.વ. ૫૦, રહે. શિવરાજપુર)ની ફરિયાદ પરથી અજાણ્યા મોટરકાર સામે ગુનો નોધી, આગળની તપાસ હાથ ધરી છે.
ખંભાળિયા-જામનગર હાઈવે માર્ગ પર અત્રેથી આશરે ૩ કિલોમીટર દૂર અશોક શોરૂમ પાસેથી જી.જે. ૩૭ એન. ૮૮૦૬ નંબરના મોટરસાયકલ પર જઈ રહેલા હરદેવસિંહ માધુભા જાડેજા (ઉ.વ. ૩૪, રહે ગાયત્રીનગર) ના મોટરસાયકલ સાથે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. ૧૦ સી.કે. ૭૪૮૫ નંબરના મોટરસાયકલના ચાલકે અકસ્માત સર્જતા તેમને નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
કલ્યાણપુર તાલુકાના માલેતા ગામે રહેતા યુસુફભાઈ અલીભાઈ ગજ નામના યુવાનના મોટરસાયકલ સાથે લાંબા ગામના બાયપાસ નજીક જી.જે. ૧૨ એ.ઈ. ૮૨૧૯ નંબરના ફોર વ્હીલર ચાલકે અકસ્માત સર્જતા તેમને હાથ-પગમાં ઈજાઓ થવા પામી હતી. અકસ્માત સર્જીને આરોપી ફોર વ્હીલર ચાલક નાસી છૂટયો હોવાનું જાહેર થયું છે. જે અંગે કલ્યાણપુર પોલીસે દાઉદભાઈ અલીભાઈ ગજની ફરિયાદ પરથી ફોર વ્હીલર સામે ગુનો નોંધ્યો છે.
કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામે રહેતા દેવાભાઈ હીરાભાઈ વેગડા નામના ૨૨ વર્ષના યુવાન તેમની સાથે ભાવેશભાઈ નામના એક આસામીને લઈને નવો મોબાઈલ ફોન ખરીદવા માટે મોટરકાર મારફતે જઈ રહ્યા હતા. ત્યારે કલ્યાણપુરથી આશરે ૧૩ કિલોમીટર દૂર ટંકકરીયા ગામ નજીકની ગોલાઈ પાસેથી જી.જે. ૩૭ બી. ૨૫૨૦ નંબરના એક ક્રેટા મોટરકારના ચાલકે ફરિયાદી દેવાભાઈના ફોર વ્હીલર વાહન સાથે અકસ્માત સર્જતા દેવાભાઈ તથા ભાવેશભાઈને નાની-મોટી ઈજાઓ થવા પામી હતી. જે અંગે કલ્યાણપુર પોલીસે ક્રેટા કારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
ખંભાળિયા નજીક પીધેલી હાલતમાં નીકળેલો ટેન્કર ચાલક ઝબ્બે
જામ ખંભાળિયાઃ ખંભાળિયાથી આશરે ૪ કિમી દૂર પાયલ ચોકડી પાસેથી કેફી પીણું પીધેલી હાલતમાં રૂ. ૪૦ લાખની કિંમતનું જી.જે. ૩૯ બીટી ૯૩૮૩ નંબરનું ટેલર ટેન્કર લઈને નીકળેલા મૂળ રાજસ્થાન રાજ્યના બિયાવર જિલ્લાના રાઈપુર તાલુકાના રાયપુર તાલુકાના સચિન્દરસિંગ વિજયસિંગ રાજપૂત (ઉ.વ. ૨૮) ને ટ્રાફિક પોલીસે ઝડપી લઇ, જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
