<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th November 2026

સુરેન્દ્રનગર:ઓછો વરસાદ અને કપાસના ઉત્પાદનમાં ઘટાડાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી:દેવા માફીની ઉગ્ર માંગણી ઉઠી

ખેડૂતોનું કહેવું છે કે, અન્ય રાજ્યો જેમ કે મહારાષ્ટ્રમાં જો ખેડૂતોનું દેવું માફ થઈ શકતું હોય, તો ગુજરાતના ખેડૂતોનો શું વાંક?

સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ખેડૂતો ખૂબ જ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. અપૂરતા અને ઓછા વરસાદને કારણે ખેતીને માઠી અસર પહોંચી છે, જેના પરિણામે પાકના ઉત્પાદનમાં મોટું ગાબડું પડ્યું છે. ખાસ કરીને મુખ્ય પાક ગણાતા કપાસના ઉત્પાદનમાં પણ ભારે ઘટાડો નોંધાયો છે. આ સાથે જ સિંચાઈ માટે પાણીની પણ ગંભીર અછત વર્તાઈ રહી છે, જેના કારણે જળાશયો સુકાવાના આરે છે, અને ખેડૂતોની આર્થિક કરોડરજ્જુ ભાંગી પડી છે.

 

આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે ખેડૂતોએ સરકાર સમક્ષ પોતાની હૈયાવેદના ઠાલવતા દેવા માફીની ઉગ્ર માગ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે, અન્ય રાજ્યો જેમ કે મહારાષ્ટ્રમાં જો ખેડૂતોનું દેવું માફ થઈ શકતું હોય, તો ગુજરાતના ખેડૂતોનો શું વાંક? ખેડૂતોએ સરકાર સમક્ષ મુખ્યત્વે બે મોટી માંગણીઓ મૂકી છે.

  • પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે.
  • એક વર્ષનું વ્યાજ માફ કરવામાં આવે.

(9:20 PM IST)