News of Saturday, 14th November 2026
કલ્યાણપુરના ખીરસરામાં ખેડૂત મહાસભામાં ભાજપ સરકાર સામે આકરા પ્રહારો
જીજ્ઞેશ મેવાણી, વિક્રમ માડમ, પાલ આંબલીયા, લાલજીભાઇ, કરસનબાપુ ભાદરકા, મુના આહિર સહિતના ઉપસ્થિતત

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૪: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે ગુજરાત કિશાન કોંગ્રેસ તથા કિશાન સંઘમાં સમિતિ દ્વારા ખેડૂત મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ગુજરાતમાંથી કિશાન આગેવાનો ઉમટયા હતા તથા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં ખેડૂતોની ક્રુર મજાક વીજ લાઇનોમાં ઓછુ વળતર વીમા કવચ નહી વિ. મુદે તથા સરકારની શોષણની નીતી સામે પ્રહારો કરવામાં આવ્યા હતા.
સભામાં બોલતા અગ્રણીઓ ધારાસભ્ય જીજ્ઞેશભાઇ મેવાણી, દિલ્હીના કોંગ્રેસ અગ્રણી તથા ઓરિસ્સાના પ્રભારી લાલજીભાઇ, કરસનબાપુ ભાદરકા, મુનાભાઇ આહિર, પૂર્વ સાંસદ ધારાસભ્ય વિક્રમભાઇ માંડમ, ગુજરાત કિશાન કોંગ્રેસ પ્રમુખ પાળભાઇ આંબલીયા, જયેશભાઇ, ડાયાભાઇ વિ. ઉપસ્થિત રહયા હતા તથા સરકાર પર પ્રહારો કર્યા હતા. વિક્રમભાઇ માડમે ૩૦-૩૦ વર્ષથી મતો ભાજપને આપનારા લોકો પર કટાક્ષ કરીને દારૂ અને પૈસાની રેલમછેલમાં આ લોકોને કોઇ ડર લોકોના મતનો ના રહ્યાનું કહીને ભાજપમાં ભળવા અંગે સ્પષ્ટ કહ્યું હતું કે માત્ર ૭ર ટૂકડા થઇ જાય તો પણ એક પણ ટૂકડો કમલમ બાજુ નહીં જાય કહી લોકોને જાગૃત થવા જણાવ્યું હતું. પાલભાઇ આંબલીયા દ્વારા ભાજપના નેતાઓને ડર બેસી ગયાનું જણાવ્યું હતું.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
