<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

જામનગરનાં વિભાપર સર્વેશ્‍વર મહાદેવ મંદિરે કાલથી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૪: વિભાપર ગામ ખાતે આવેલ પવિત્ર સર્વેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્‍યમાં તા. ૧૫ નવેમ્‍બરથી તા. ૨૨ નવેમ્‍બર સુધી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે.

આ ભાગવત સપ્તાહમાં સુપ્રસિદ્ધ કથાકાર  સુરેશભાઈ એમ. ત્રિવેદી સંગીતમય શૈલીમાં શ્રીમદ્‌ ભાગવત કથાનું રસપાન કરાવશે.

આયોજનના પ્રથમ દિવસે તા. ૧૫ નવેમ્‍બરના રોજ ભવ્‍ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે. સપ્તાહ દરમિયાન તા. ૧૯ નવેમ્‍બરના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે ભગવાન શ્રીરામ જન્‍મોત્‍સવ તથા સાંજે ૫:૩૦ કલાકે ભગવાન શ્રીકળષ્‍ણ જન્‍મોત્‍સવની ભવ્‍ય ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત તા. ૨૨ નવેમ્‍બરના રોજ સાંજે ૫:૦૦ કલાકે પૂર્ણાહુતિ સાથે ભાગવત સપ્તાહનું સમાપન થશે.

આ પાવન ધાર્મિક પ્રસંગે ધર્મપ્રેમી જનતા, ગ્રામજનો તથા ભાવિક ભક્‍તોને મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી કથામળતનું રસપાન કરી ધર્મલાભ લેવા આયોજકો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્‍યું

(12:15 PM IST)