News of Saturday, 14th November 2026
સોમનાથમાં વિશ્વભરમાંથી શિવભકતો ઉમટી પડયા
તમામ પાર્કીંગો,ગેસ્ટહાઉસો, ધર્મશાળાઓ હાઉસફુલ પાંચ લાખ થી વધુ દર્શનાર્થીઓએ શિશ ઝુકાવયા પોલીસ વિભાગ,વહીવટી તંત્ર,સોમનાથ ટ્રસ્ટની અદભુતપુર્વક વ્યવસ્થા

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૪: સોમનાથ તીર્થ ધામમાં દીપાવલી ના તહેવારોએ રજા ના દિવસોમાં વિશ્વ ભરના શિવભકતો લાખો ની સંખ્યામાં ઉમટી પડેલ હતા મુખ્ય પાર્કીંગ સહીત તમામ પાર્કીગો ભરચક થઈ ગયેલ હતા દર્શનાર્થીઓ માટે તમામ વ્યવસ્થાઓ અદભત પૂર્વક કરાયેલ હતી ૮ દિવસની પાંચ લાખ થી વધુ દર્શનાર્થીઓએ શિશ નમાવેલ હતા.
સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા એ જણાવેલ હતું કે ટ્રસ્ટ નું મુખ્યપાર્કીંગ, વેણેશ્વર તથા સદભાવના ગ્રાઉન્ડ પાર્કીંગ માટે ખોલી નાખેલ હતું ત્યાં પણ સુરક્ષાની ખુબજ મોટી વ્યવસ્થા ઉભી કરાયેલ હતી ભારે ભીડ ને લઈને દર્શનાર્થીઓએ કોઈપણ અવ્યવસ્થા ન સર્જાય તે માટે વળધ્ધો અશકતો દીવ્યાંગો માટે પાર્કીંગ થી વિના મુલ્યે ઈલેકટ્રીક ટ્રેન ની વ્યવસ્થા કરાયેલ હતી તેમજ દર્શન માટે ગોલ્ફ કાર રખાયેલ હતી લાખો દર્શનાર્થીઓ ઉમટી પડતા તેમની સુરક્ષાની વ્યવસ્થા કીમતી મોબાઈલ માલ સામાન સાચવવા માટે વધારાની વ્યવસ્થાઓ કરાયેલ હતી.
ગીર સોમનાથ એસ.પી જયદીપસિંહ જાડેજાએ લાખોની સંખ્યામાં આવતા દર્શનાર્થીઓ માટે ડીવાયએસપી,પી.આઈ, પી.એસ.આઈ, પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ,ગ્રામ્યરક્ષક દળ,ટીઆબી જવાનો, મહીલા પોલીસ સ્ટાફ સહીત સોમનાથ આવતા જતા તમામ રોડ ઉપર સુરક્ષા માટે ખુબજ મોટું આયોજન કરેલ હતું તેમજ કોઈપણ દર્શનાર્થીઓ કંઈપણ તકલીફ ન થાય તેમના વાહનો કીમતી વસ્તુઓ સુરક્ષા જણવાય તે માટે વ્યવસ્થાઓ કરેલ હતી.
ગીર સોમનાથ જીલ્લા કલેકટર એ દેશ વિદેશ થી આવનાર યાત્રીકોને કોઈપણ જાતની વાહન વ્યવસ્થા મુશ્કેલી ન થાય તે માટે અનેક રોડ વન વે જાહેર કરેલ હતા તેમજ ખુબજ સરળતાથી મંદિર સુધી પહોચે માટે વ્યવસ્થાઓ ગોઠવેલ હતી તંત્ર ના વહીવટી સ્ટાફ ને રાઉન્ડ ધ કલોક પોલીસ વિભાગ સોમનાથ ટ્રસ્ટ સાથે સંકલન માં રાખેલ હતા.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
