તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના સાનિધ્યમા દિવ્યાંગ સન્માન સમારોહ
દિવ્યાંગજનોના ઉત્સાહ-ઉમંગને વધારવા માટે સંતો દ્વારા તેમના પર પુષ્પવર્ષા પ.પૂ.શાષાી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આયોજનઃ દિવ્યાંગ ભાઈ-બહેનોએ સંગીતની ધૂન પર નળત્ય કરી, તાળીઓ પાડીને પોતાના ઉત્સાહને પ્રદર્શિત કર્યો

રાજકોટ તા. ૧૩ :.. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના સાનિધ્યમા પ.પૂ.શાષાી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી દિવ્યાંગ ભાઈ-બહેનો માટે એક વિશેષ અને પ્રેરણાદાયી ‘દિવ્યાંગ સન્માન સમારોહ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ દિવ્ય અવસરે મંદિરના પટાંગણમાં અને વિશેષ સભા મંડપમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈ-બહેનો તેમજ સમાજ સેવક અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દિવ્યાંગજનો દ્વારા મંદિરમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના ભક્તિભાવપૂર્વક દર્શન કરવામાં આવ્યા હતા. દિવ્યાંગજનોના ઉત્સાહ અને ઉમંગને વધારવા માટે સંતો દ્વારા તેમના પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી તથા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
સમારોહ દરમિયાન દિવ્યાંગ ભાઈ-બહેનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યાં તેઓએ સંગીતની ધૂન પર નળત્ય કરી, તાળીઓ પાડી અને પોતાના ઉત્સાહને પ્રદર્શિત કર્યો હતો. દિવ્યાંગજનોને પ્રોત્સાહિત કરાયા હતા તેમજ મહાપ્રસાદનો લાભ લીધો હતો. મંદિર પ્રશાસન અને સંતોના આ સુંદર ઉપક્રમથી દિવ્યાંગજનોના ચહેરા પર વિશેષ ખુશી જોવા મળી હતી અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
