તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 21st November 2026
‘તુલસી વિવાહ’ નિમિત્તે સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાને ભવ્ય શણગાર-મીઠાઈઓનો અન્નકૂટ
પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી અને કોઠારી શ્રી વિવેક સાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ આયોજન

રાજકોટ તા.૨૧ : સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી અને કોઠારી શ્રી વિવેક સાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ આજે એકાદશી ‘તુલસી વિવાહ’ નિમિતે તા.21-11-2026ને શનિવારના રોજ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાને ભવ્ય શણગાર કરાયો હતો.
શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાના મંદિરના ગર્ભગૃહમાં મોરપીંછની કમાન, વાદળી અને સફેદ રંગના ઓર્કિડ પુષ્પો વડે તોરણો, કમળની આકૃતિ, વાંસળી વગાડતા શ્રીકૃષ્ણની કલાકૃતિ અને લીલા પાંદડાવાળા તુલસીના છોડના પ્રતીક સાથે શણગારવામાં આવ્યો હતો.
શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાને લીલા અને લાલ રંગના ભરતકામવાળા વસ્ત્રો, મોતી અને પાઘડી, કમળ તથા લીલા માળાઓથી સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા. વિવિધ મીઠાઈઓનો ભવ્ય અન્નકૂટ ધરાવામાં આવ્યો હતો. સવારે મંગળા આરતી 5:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા એવં સવારે 7 કલાકે શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી દ્વારા કરવામાં આવી હતી. આ દર્શન અનેક ભક્તોએ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
