<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

તરઘડી ગામમાં પ્રેમ પરમારને કુટુંબીઓએ પટ્ટાથી માર માર્યો

સારવાર માટે રાજકોટ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો

રાજકોટ તા. ૧૪: પડધરીના તરઘડી ગામે રહેતાં પ્રેમ હરેશભાઇ પરમાર (ઉ.વ.૨૪) નામના યુવાનને સાંજે ઘર પાસે હતો ત્‍યારે તેના જ કુટુંબી સગા લાભુભાઇ, રાયમલભાઇ સહિતે ઢીકાપાટુ અને પટ્ટાથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી. પ્રેમ કડીયા કામ કરી ગુજરાન ચલાવે છે. તેના કહેવા મુજબ અગાઉ બીજા સગા સાથે વ્‍યવહાર રાખવા બાબતે કુટુંબીઓ સાથે બોલાચાલી થઇ હોઇ તેનો ખાર રાખી  આ હુમલો કરાયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:07 AM IST)