<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

‘પદ્મશ્રી' હાજી રમકડુંનું સેલવાસના ઉદ્યોગપતિ હાજી યુનુસભાઈ ઘાંચી દ્વારા સન્‍માનઃ પવિત્ર ઉમરાહ યાત્રા કરાવવાની અનોખી ભેટ

લોકસેવા, માનવતા અને કલાના ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરનારના સન્‍માનની સાથે આધ્‍યાત્‍મિક ખુશીની ભેટઃ માનવતા અને સદભાવનાનું સુંદર ઉદાહરણ બન્‍યો આ પ્રસંગ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા.૧૩ :.. લોકસેવા, માનવતા અને કલાના ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરનાર પદ્મશ્રી હાજી રમકડુંનું સેલવાસના જાણીતા ઉદ્યોગપતિ અને સેવાભાવી વ્‍યક્‍તિત્‍વ હાજી યુનુસભાઈ ઘાંચી દ્વારા ભાવભર્યું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે હાજી યુનુસભાઈ ઘાંચીએ માત્ર સન્‍માન પૂરતું જ સીમિત ન રહેતાં પદ્મશ્રી હાજી રમકડુંને મક્કા-મદીના શરીફની પવિત્ર ઉમરાહ યાત્રા કરાવવાની ભાવનાપૂર્ણ ભેટ આપવાની જાહેરાત કરી હતી.

આ ભેટ માત્ર એક યાત્રાની ભેટ નથી, પરંતુ એક મહાનુભાવ પ્રત્‍યેનો આદર, લાગણી, શ્રદ્ધા અને માનવતાના મૂલ્‍યોનું સુંદર પ્રતિબિંબ છે. જીવનભર પોતાની પ્રતિભા અને સેવાકીય કાર્યોથી લોકોના હૃદયમાં સ્‍થાન મેળવનાર વ્‍યક્‍તિને પવિત્ર ભૂમિની યાત્રા કરાવવાનો આ નિર્ણય ખરેખર સરાહનીય અને પ્રેરણાદાયી છે.

આ પ્રસંગે ઉપસ્‍થિત સૌએ હાજી યુનુસભાઈ ઘાંચીની ઉદારતા, સેવાભાવના અને માનવીય અભિગમને બિરદાવ્‍યો હતો. સમાજમાં જ્‍યારે સન્‍માનની સાથે કોઈના જીવનમાં આધ્‍યાત્‍મિક ખુશી ઉમેરવાનો પ્રયાસ થાય છે, ત્‍યારે તે કાર્ય માત્ર પ્રસંગ નહીં પરંતુ યાદગાર માનવતાની મિસાલ બની જાય છે.

આ તકે ચેમ્‍બર ઓફ કોમર્સના અગ્રણી હારૂનભાઈ માલવિયા તથા જૂનાગઢ જિલ્લાના સોરઠ યુવા મંડળના પ્રમુખ અલ્‍તાફભાઈ કુરેશી પણ સાથે રહ્યા હતા અને શુભેચ્‍છાઓ પાઠવી હતી. આદરનું સન્‍માન અને શ્રદ્ધાની ભેટ - હાજી યુનુસભાઈ ઘાંચીની આ પહેલ સમાજમાં પરસ્‍પર પ્રે્રમ, સદભાવના અને માનવતાનો સુંદર સંદેશ આપે છે.

અલ્લાહ તઆલા હાજી યુનુસભાઈ ઘાંચીની આ ઉમદા ભાવનાનો કબૂલ ફરમાવે અને પદ્મશ્રી હાજી રમકડુંની ઉમરાહ યાત્રા મકબૂલ ફરમાવે, તેવી દુઆ કરવામાં આવી હતી. (તસવીર :..મુકેશ વાઘેલા-જુનાગઢ)

(11:29 AM IST)