તા. ૧૫ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૬ રવિવાર
News of Sunday, 15th November 2026
બોટાદમાં ઓનલાઈન મની ગેમિંગના ગેરકાયદેસર નેટવર્કનો પર્દાફાશ : એક શખ્શની ધરપકડ: મુખ્ય આરોપીની શોધખોળ
પકડાયેલા આરોપી સંજય ખેરાળા તેમજ તેના સગા-સંબંધીઓ અને મિત્રોના બેંક ખાતાઓ અંગે પોલીસે ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ શરૂ

બોટાદ જિલ્લામાં ઓનલાઈન મની ગેમિંગના ગેરકાયદેસર નેટવર્ક અને સિન્ડિકેટ સામે પોલીસે લાલ આંખ કરી છે. બોટાદ એલસીબી (LCB) પોલીસ દ્વારા ઓનલાઈન મની ગેમિંગના એક ચકચારી કેસમાં વધુ એક આરોપીની સંડોવણી બહાર આવતા સપાટો બોલાવ્યો છે. પોલીસે આ કેસમાં સંજયભાઈ લખાભાઈ ખેરાળા નામના આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ દ્વારા ઓનલાઈન ગેમિંગ એપ્સ અને વેબસાઈટ્સના માધ્યમથી ભોળા અને સામાન્ય લોકોને આર્થિક ફાયદાની લાલચ આપીને મોટી છેતરપિંડી આચરવામાં આવતી હતી. અગાઉ નોંધાયેલા આ જ પ્રકારના એક કેસની કડીઓ જોડતા આ નવું નામ પ્રકાશમાં આવ્યું હતું. પોલીસે દરોડા દરમિયાન પકડાયેલા આરોપી પાસેથી આશરે 20 હજાર રૂપિયાની કિંમતનો એક લેપટોપ સહિતનો શંકાસ્પદ મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.
આ ગંભીર કૌભાંડ સંદર્ભે પોલીસે 'The Promotion and Regulation of Online Gaming Act, 2025' હેઠળ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપી સંજય ખેરાળા તેમજ તેના સગા-સંબંધીઓ અને મિત્રોના બેંક ખાતાઓ અંગે પોલીસે ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ નેટવર્કમાં સામેલ અન્ય એક મુખ્ય આરોપી મનસુખભાઈ પુનાભાઈ રોજાસરાની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કરી તેની શોધખોળ તેજ બનાવી દીધી છે.
(11:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
