<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

સુરેન્‍દ્રનગરમાં નૂતન વર્ષના પ્રારંભે વઢવાણના ધારાસભ્‍ય અને ગુજરાત સરકારના નાયબ મુખ્‍ય દંડક જગદીશભાઈ મકવાણાના નિવાસસ્‍થાને સ્‍નેહમિલન યોજાયું

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૪ :.. સુરેન્‍દ્રનગર વઢવાણના ધારાસભ્‍ય  અને દંડક જગદીશભાઈ મકવાણાના નિવાસસ્‍થાન ખાતે તોહમિલનનો ભવ્‍ય આયોજન હાથ ધરવામાં આવ્‍યું હતું જેમાં સુરેન્‍દ્રનગર જિલ્લાને તાલુકાના તમામ ભાજપના કાર્યકરો તેમજ સરપંચ અને જિલ્લાના ભાજપના દરેક મોરચાના કાર્યકરો તોહમિલનમાં ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા ત્‍યારેસુરેન્‍દ્રનગરમાં વિક્રમ સંવત ૨૦૮૩ના નૂતન વર્ષના પ્રારંભે વઢવાણના ધારાસભ્‍ય અને ગુજરાત સરકારના નાયબ મુખ્‍ય દંડક જગદીશભાઈ મકવાણાના નિવાસસ્‍થાને તોહમિલન યોજાયું હતું.

કાર્યક્રમમાં વિવિધ સમાજના આગેવાનો, રાજકીય કાર્યકરો, શુભેચ્‍છકો, સામાજિક સંસ્‍થાઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્‍યામાં લોકો હાજર રહ્યા હતા. તેમણે જગદીશભાઈ મકવાણાને નૂતન વર્ષની શુભેચ્‍છા પાઠવી હતી.

જગદીશભાઈ મકવાણાએ ઉપસ્‍થિત સૌનું સ્‍વાગત કર્યું અને તેમની સાથે મુલાકાત કરી હતી. તેમણે મળેલા તોહ અને આશીર્વાદ બદલ સૌનો આભાર માન્‍યો હતો.

દિવાળી પછી બેસતા વર્ષના દિવસે શુભેચ્‍છાઓની આપ-લે કરવાની પરંપરા મુજબ આ તોહમિલન યોજાયું હતું. કાર્યક્રમમાં આનંદ અને ઉત્‍સાહનો માહોલ રહ્યો હતો.

જગદીશભાઈ મકવાણાએ જિલ્લાના નાગરિકોને નૂતન વર્ષની શુભેચ્‍છા પાઠવી હતી. તેમણે સૌના જીવનમાં સુખ, શાંતિ, સમળદ્ધિ, આરોગ્‍ય અને પ્રગતિ આવે તેવી શુભકામના વ્‍યક્‍ત કરી હતી. ત્‍યારે તેમના તોહમિલનમાં સુરેન્‍દ્રનગર પત્રકાર મિત્રો પણ ખાસ હાજરી આપી હતી

તેમણે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્‍પને સાકાર કરવામાં સૌ સહભાગી બને અને નવા વર્ષમાં વિકાસની નવી ઊંચાઈઓ મળે તેવી ઇચ્‍છા વ્‍યક્‍ત કરી હતી.

(11:48 AM IST)