તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
ધ્રોલ શહેર ભાજપના પ્રભારી નરેન્દ્રસિંહ પરમારની જામનગર જિલ્લા પોલીસ સલાહકાર સમિતિમાં સભ્ય તરીકે નિમણૂક
પોલીસ તંત્ર અને નાગરિકો વચ્ચે વધુ સારો સંવાદ અને સંકલન સ્થાપિત કરવામાં તેઓ મહત્ત્વની ભૂમિકા ભજવશે તેવી આશા વ્યક્ત કરાઈ

ધ્રોલ: જામનગર જિલ્લા ભાજપના આગેવાન અને ધ્રોલ શહેર ભાજપના પ્રભારી નરેન્દ્રસિંહ પરમાર ની જામનગર જિલ્લા પોલીસ સલાહકાર સમિતિમાં સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવતા જામનગર જિલ્લા ભાજપ અને ધ્રોલ શહેર સહિત ભાજપના કાર્યકરો અને શુભેચ્છકોમાં આનંદની લાગણી પ્રસરી છે.
તેમની આ નિમણૂકથી ધ્રોલ શહેરનું ગૌરવ વધ્યું છે. પોલીસ તંત્ર અને નાગરિકો વચ્ચે વધુ સારો સંવાદ અને સંકલન સ્થાપિત કરવામાં તેઓ મહત્ત્વની ભૂમિકા ભજવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નરેન્દ્રસિંહ પરમારને આ નવી જવાબદારી મળતા રાજકીય આગેવાનો, સામાજિક અગ્રણીઓ, કાર્યકરો અને મિત્રવર્તુળ દ્વારા અભિનંદન તથા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.( સંજય ડાંગર ધ્રોલ)
(9:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
