તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
મોરબી ફાયર ટીમે ૩૫ સ્થળોએ આગ પર કાબૂ મેળવ્યો

મોરબી તા.૧૩: દીપાવલી પર્વને ધ્યાને લઈને મોરબી ફાયરની ટીમો શહેરના રવાપર ચોકડી, નવા બસ સ્ટેન્ડ પાસે, મહારાણા પ્રતાપ સર્કલ સામાકાંઠે અને મહેન્દ્રનગર ચોકડી એમ ચાર પોઈન્ટ પર સ્ટેન્ડ ટૂ મોડમાં રાખવામાં આવી હતી દિવાળીના પર્વે મોરબી ફાયર ટીમ આખી રાત દોડતી રહી હતી ફાયર ટીમને કુલ ૩૫ જેટલા ફાયરના નાના મોટા કોલ મળ્યા હતા જેમાં ખુલ્લા પ્લોટ, વંડા, જાહેર રોડ સહિતના સ્થળોએ આગ લાગતા તુરંત ફાયર ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો મોરબી શહેર ઉપરાંત આસપાસના ગામડાઓમાં પણ ફાયર ટીમે આગની ઘટનામાં તુરંત પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો મોરબી શહેર અને જીલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં દિવાળી પૂર્ણ થઇ હતી પોલીસ ટીમો પણ આખી રાત પેટ્રોલિગ કરી સુરક્ષા પૂરી પાડી હતી અને મોરબીવાસીઓએ હર્ષોલ્લાસ સાથે દિવાળી પર્વની યાદગાર ઉજવણી કરી હતી.
TRB જવાને સમયસુચકતા વાપરી
મોરબીમાં દિવાળી પર્વે શહેરમાં જુપીટર સ્કૂટરમાં આગ લાગતા અફરાતફરી મચી હતી મોપેડમાં કોઈ કારણોસર આગ લાગતા નજીકમાં તૈનાત ટીઆરબી જવાને સમયસુચકતા વાપરી સમયસર મોપેડમાં લાગેલી આગ પર કાબુ મેળવી લીધો હતો જેથી મોટી દુર્ઘટના થવા પામી ના હતી સ્કૂટરમાં આગ લાગતા થોડીવાર માટે વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
