તા. ૧૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૭ મંગળવાર
News of Sunday, 8th November 2026
મોરબી : ઓફિસમાંથી જેમસન, બ્લેક&વાઈટ જેવો મોંઘોદાટ 24 બોટલ દારૂ પકડાયો.
મિશ્વા સિરામિક નામની ઓફિસમાં બી ડિવિઝન પોલીસની કાર્યવાહી : એક શખ્સની કાર્યવાહી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી શહેરમાં મહેન્દ્રનગર રોડ પર એક કોમ્પલેક્ષમાં આવેલ સિરામિકની ઓફિસમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. આ રેડ દરમિયાન દુકાનની અંદરના રૂમમાં એક સુટકેસમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી 30 હજાર રૂપિયાથી વધુની કિંમતનો 24 બોટલ દારૂનો જથ્થો જપ્ત કરી લીધો છે. સાથે એક શખ્સને ઝડપી પાડી તેના વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ મહેન્દ્રનગર ચોકડી પાસે હાજર હતી ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે વાવડી રોડ પર રહેતો ભાવીનભાઈ કાનજીભાઈ મકવાણા નામનો 26 વર્ષીય શખ્સ મહેન્દ્રનગર હળવદ રોડ પર ઈન્ડિયન ઓઇલ પંપ સામે આવેલ ઈન્દ્ર પ્લાઝામાં પોતાની ઓફિસમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે ઈન્દ્ર પ્લાઝાના બીજા માળે આવેલી દુકાન નંબર 210 કે જ્યાં બહાર મિશ્વા સિરામિક લખેલ હતું તેમાં દરોડો કર્યો હતો. પોલીસે અંદર પ્રવેશ કરી તપાસ ક૨તા ઓફિસની અંદરના રૂમમાંથી એક સફેદ કલરની સુટકેસ મળી આવી હતી. આ સુટકેસ ખોલીને ચેક કરતા તેમાંથી બ્લેન્ડર પ્રાઈડની 19 બોટલ, જેમસનની 2 બોટલ અને બ્લેક એન્ડ વાઈટ બ્રાન્ડની 3 બોટલ મળી કુલ 24 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી કુલ રૂપિયા 30614 ની કિંમતનો વિદેશી દારૂનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને આરોપી ભાવીનભાઈ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65(a)(a) તથા 116-B હેઠળ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
(10:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
