News of Saturday, 14th November 2026
ભગવાન બિરસા મુંડા - સ્વતંત્રતા સંગ્રામના મહાનાયક
૧૫ નવેમ્બર ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ- જનજાતીય ગૌરવ દિવસ ‘‘ધરતી આબાના ઉલ્ગુલાન આંદોલનથી ગુંજ્યો આદિવાસી અસ્મિતાનો મહાસંગ્રામ''

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ તા.૧૪, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં અનેક એવા વીર સપૂતો થઈ ગયા છે, જેમણે પોતાના જીવનની પરવા કર્યા વિના દેશની આઝાદી, સમાજના અધિકારો અને સ્વાભિમાન માટે સંઘર્ષ કર્યો. આવા જ એક અદમ્ય સાહસ, સંકલ્પશક્તિ અને ક્રાંતિકારી ચેતનાના પ્રતીક એટલે ભગવાન બિરસા મુંડાજી. તેઓ માત્ર આદિવાસી સમાજના મહાનાયક જ નહીં, પરંતુ અન્યાય અને શોષણ સામેના સશક્ત પ્રતિક હતા.
ભગવાન બિરસા મુંડાજીનો જન્મ ૧૫ નવેમ્બર, ૧૮૭૫ના રોજ ઝારખંડ રાજ્યના ઉલિહાતુ ગામમાં મુંડા આદિવાસી પરિવારમાં થયો હતો. બાળપણથી જ તેમણે આદિવાસી સમાજની મુશ્કેલીઓ, ગરીબી, જમીન પરના અધિકારોનું હનન અને અંગ્રેજ શાસન હેઠળ થતા શોષણને નજીકથી જોયું હતું. આ અનુભવોના કારણે તેમનામાં સમાજ માટે કંઈક કરવાની ભાવના અને અન્યાય સામે લડવાની હિંમત જાગી. જ્યારે પણ ભારતની આઝાદીની લડતની વાત થાય છે, ત્યારે ભગવાન બિરસા મુંડાજીનું નામ અત્યંત આદર અને ગૌરવ સાથે યાદ કરાય છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતળત્વમાં ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતીને સમગ્ર દેશમાં ‘જનજાતીય ગૌરવ દિવસ' તરીકે ઉજવવાનો નિર્ણય એ આ મહાનાયક અને સમગ્ર આદિવાસી સમાજને મળેલું રાષ્ટ્રીય સન્માન છે.
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
