તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
જામનગર પેરોલ ફર્લો સ્કોડની ટીમે નાસતા-ફરતા આરોપીને ઝડપી લીધો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૧: નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ તથા જામનગર જીલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈનીની સુચનાથી આરોપીને ઝડપી લેવાયો છે.
ફરારી આરોપી- કરણ ઉર્ફે ભાણો દેવજીભાઇ ચોસલા રહે. રેલ્વે સ્ટેશનની સામે, લીંમડી, જી.સુરેન્દ્રનગર વાળો લીંમડી, બસ સ્ટેન્ડ, પાસે હાજર હોવાની બાતમી હકીકત મળતા લીંમડી ખાતે જઇ સદરહું જગ્યાએ તપાસ કરતા મજકુર આરોપી ત્યાં હાજર મળી આવેલ હોય જેને પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી થવા જામનગર પંચ એ ડીવી. પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.
આ કામગીરી એવ્સ્કોન્ડર/પેરોલ ફર્લો સ્કવોડના I/C પોલીસ સબ ઇન્સપેક્ટર સી.એમ.કાંટેલીયા તથા એ.એસ.આઇ. ગોવિંદભાઇ ભરવાડ, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, સુરેશભાઇ ડાંગર, પો.હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા મહિપાલભાઇ સાદિયા, હાર્દિકભાઇ ભટ્ટ, તથા પો.કોન્સ. દિલીપસિંહ જાડેજા,તથા એલ.સી.બી.ના એ.એસ.આઇ. નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્સ. બંળવતસિંહ પરમાર નાઓ દ્વારા કરવામાં આવેલ છે
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
