<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

દિવાળીના વેકેશન બાદ લાભ પાંચમના શુભ દિવસે જામનગર માર્કેટિંગ યાર્ડ ધમધમતું થયું : પ્રથમ દિવસે 10 હજાર ગુણી મગફળી અને 2,500 ગાસડી કપાસની આવક : જુઓ વિડીયો

યાર્ડમાં ખરીદ-વેચાણ વિભાગ આજથી પુનઃ શરૂ થતાં ખેડૂતો, વેપારીઓ અને મજૂરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો : જણસીની આવક વધવાની સાથે બજારમાં સારી ચહલપહલ જોવા મળશે તેવી

( મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા. 14, :  દિવાળીના તહેવારો નિમિત્તે વેકેશન બાદ આજે લાભ પાંચમના શુભ દિવસથી જામનગર માર્કેટિંગ યાર્ડ ફરી ધમધમતું થયું છે. યાર્ડમાં ખરીદ-વેચાણ વિભાગ આજથી પુનઃ શરૂ થતાં ખેડૂતો, વેપારીઓ અને મજૂરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

 

લાભ પાંચમના શુભ મુહૂર્તે બોણીમાં પ્રથમ દિવસે યાર્ડમાં અંદાજે 10,000 ગુણી મગફળી તેમજ 2,500 ગાસડી કપાસની આવક નોંધાઈ હતી.

 

દિવાળીના વેકેશન બાદ આજથી મગફળી અને કપાસ સહિતની જણસીઓની ખરીદી-વેચાણની કામગીરી ધમધોકાર શરૂ થઈ ગઈ છે. યાર્ડમાં ખેડૂતોની જણસીઓની આવક વધવાની સાથે આગામી દિવસોમાં પણ બજારમાં સારી ચહલપહલ જોવા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

(12:01 PM IST)