તા. ૨૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૨ બુધવાર
News of Monday, 16th November 2026
ધોરાજી હાઈવે ટોલનાકા પાસે એક એક કલાક ટ્રાફિકજામ...?

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૧૬: રાજકોટ પોરબંદર જુનાગઢ નેશનલ હાઈવે છેલ્લા બે વર્ષથી રાજકોટ જેતપુર ૬ લાઈન નો કામ ચાલી રહ્યું છે આ બાબતે જિલ્લા કલેક્ટર અવારનવાર તાત્કાલિક કામ પૂર્ણ કરવાની સૂચનાઓ પણ આપી છે રાજ્ય સરકારે પણ આ બાબતે ગંભીરતા લઈને કામ કરવાની સૂચનાઓ આપી છે છતાં પણ દિવાળીના તહેવારો ઉપર સતત ટ્રાફિક જામની સમસ્યા લોકોએ ભોગવી પડી છે.
દિવાળી અને લાભ પાચમ તહેવાર પૂર્ણ થઈ ગયા પછી પણ રવિવારે ગોંડલ જેતપુર વચ્ચેનો ફુલ ટ્રાફિકજામ જોવા મળ્યો હતો આજે સોમવારે જલારામ જયંતિ હોય અને દર્શન કરવા માટે રવિવારની રજા હોય ત્યારે લોકો જરૂર જતા હોય છે પરંતુ રાજકોટ જેતપુર નેશનલ હાઈવે અને ખાસ કરીને ટોલનાકા પાસે જે પ્રકારનો ટ્રાફિકજામ થયો હતો તે જોતા ટોલનાકાથી એક કિલોમીટર દૂર સુધી વાહનો ચક્કાજામ થઈ ગયા હતા. સરકારની ગાઇડલાઇન્સ એવી છે કે વધારે પડતા વાહનો ટોલનાકા પાસે ઘસારો થાય અને ટ્રાફિકજામ થાય તો તાત્કાલિક તમામ દ્વારા ખોલી નાખવા જોઈએ પરંતુ ટોલ નાકા ના નિયમ પ્રમાણે જ વાહનના ટોલ વસૂલ કર્યા પછી જવા દેતા હતા જેના કારણે એક એક કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી હતી. આવા સમયે ૧૦૮ વાહનને પણ ઘણી જગ્યાએ મુશ્કેલી થતી હોય તેવું પણ જાહેરમાં જોવા મળ્યું હતું આ સમયે રાહદારીઓએ પોતાની વેદના ઠાલવતા જણાવેલ કે સરકારે નેશનલ હાઇવે ઉપર ખાસ તકેદારી બાબતે પેટ્રોલિંગ ગોઠવવું જોઈએ તેમજ ધીમી ગતિએ ચાલતા કામનું તાત્કાલિક સર્વે કરીને વહેલી તકે કામ પૂર્ણ કરવું જોઈએ લાખો લોકો ટ્રાફિક જામમાં પરેશાન થતા હોય છે આટલો ટેક્સ ચૂકવવા છતાં પણ લોકોને સારી સુવિધા મળતી નથી તે પ્રકારની વેદનાઓ લોકોએ વ્યક્ત કરી હતી
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
