<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

મંગળવારે હિતેષ અંટાળા મોજ કરાવશેઃ દાંડિયારાસ-ધૂન-ભજન-મહારાસ

 

રાજકોટ તા.૧૪: ગોંડલ તાલુકાના રીબમાં રાત્રિ કાર્યક્રમોની ભવ્‍ય શ્રેણીનું આયોજન કરવામાં આવ્‍યું છે. તા. ૧૬-૧૧-૨૦૨૬, સોમવારના રોજ રાત્રે ૮-૩૦ કલાકે દાંડિયા રાસ યોજાશે. ત્‍યારબાદ તા. ૧૭-૧૧-૨૦૨૬, મંગળવારના રોજ રાત્રે ૮-૩૦ કલાકે લોક ડાયરો યોજાશે, જેમાં હાસ્‍ય કલાકાર હિતેષ અંટાળા પોતાની આગવી શૈલીમાં લોકોને હસાવશે અને મનોરંજન પૂરું પાડશે. તા. ૧૯-૧૧-૨૦૨૬, ગુરુવારના રોજ રાત્રે ૮-૩૦ કલાકે ધૂન મંડળ - રીબ દ્વારા ભક્‍તિમય ધૂન-ભજનનો કાર્યક્રમ યોજાશે. જ્‍યારે તા. ૨૦-૧૧-૨૦૨૬, શુક્રવારના રોજ રાત્રે ૮-૩૦ કલાકે મહા રાસ યોજાશે, જેમાં વિશાલ વઢુ અને શ્રુતિ પટેલ રાસની રમઝટ જમાવશે.

આ તમામ કાર્યક્રમોનું શુભ સ્‍થળ મુ. રીબ, તા. ગોંડલ, જી. રાજકોટ રાખવામાં આવ્‍યું છે. આયોજકો દ્વારા કથા બાદ ભોજન પ્રસાદની વ્‍યવસ્‍થા પણ રાખવામાં આવી છે. ભોજન પ્રસાદનો સમય દરરોજ સાંજે ૭-૦૦ કલાકે અને સ્‍થળ બજરંગ વાડી, રીબ રાખવામાં આવ્‍યું છે. આ કાર્યક્રમોમાં ગામજનો તેમજ આસપાસના વિસ્‍તારના લોકોને મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે. વધુ વિગત માટે મો. ૯૮૨૫૩ ૩૦૬૩૧ / ૯૭૩૨૩ ૦૨૭૭૮ પર સંપર્ક કરવો

(11:52 AM IST)