News of Saturday, 21st November 2026
ભેંસાણ પોલીસ કવાર્ટરમાં હેડ કોંસ્ટેબલનો ઝેરી દવા ગટગટાવીને આપઘાત
મળતકના પિતાની ૪ શખ્સ સામે મરવા મજબૂર કર્યાની ફરિયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૧: મૂળ માળિયા હાટીના તાલુકાના લાડુડી ગામના અને હાલ જુનાગઢ રહેતા અને ભેંસાણ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રોહિતસિંહ રામસિંહ વાળાએ તારીખ ૧૯ નવેમ્બરના રોજ સાંજે ભેસાણ પોલીસ લાઈનના ક્વાર્ટરમાં ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી હતી. આ અંગેની જાણ થતાં પોલીસ સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો. ઘટનાના પગલે પોલીસ બેડામાં ગમગીની વ્યાપી ગઈ હતી.
દરમિયાન મરનાર પોલીસ હેડ કોસ્ટેબલના પિતા રામસિંહભાઈ વીરાભાઇ વાળાએ ગઈકાલે ચાર શખ્સો સામે પુત્ર રોહિતસિંહ વાળાને મવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં રામસિંહભાઈએ જણાવ્યું કે, તેમના દીકરા રોહિતસિંહ એકાદ વર્ષથી ભેસાણ પોલીસ સ્ટેશનમા ટાઉન બીટ સંભાળતા હતા. ત્યારથી રજનીકાંત ઉર્ફે તજો હમીરભાઈ ખાવડુ તથા ચંદુ આલા ખાવડુ રહે. બંન્ને ગુજરીયાવાસ ભેસાણ અને રાણપુર ગામનો વજુ રોહિતસિંહને ખોટી રીતે હેરાન કરી દબાવી પોતાના સાચા ખોટા ધ્યેયો પાર પાડવા પ્રયત્નો કર્યા હતા. પરંતુ પ્રયત્નો સફળ ન થતા રોહીતસિંહને તથા તેના પરીવારને પતાવી દેવાની ધમકીઓ આપી ત્રણેય શખ્સે વંસત ચાવડા રહે અમરેલી સાથે મળી રોહીતસિંહ તથા ભેસાણ પોલીસ સ્ટેશનના અન્ય કર્મચારી, અધિકારી વિરૂધ્ધ હાઈકોર્ટમા ખોટી ફરીયાદ કરી રોહિતસિંહને અવાર-નવાર માનસિક ત્રાસ આપી મરવા મજબુર કરતા રોહીતસિંહએ ભેસાણ પોલીસ ક્વાટર્સમા પોતાની મેળે ઝેરી ટીકડા પી જતા સારવાર દરમ્યાન મળત્યુ નિપજ્યું હતું.
આ ફરિયાદના આધારે ભેસાણ પોલીસે આરોપીઓ સામે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. વધુ તો પાસ પીઆઈ એફ. બી. ગગનનીયા ચલાવી રહ્યા છે.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
