તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
જુનાગઢમાં ગિરનાર લીલી પરિક્રમાનો પ્રારંભ થતા ભવનાથ,ગિરનાર સહિતના સ્થળોએ હૈયે હૈયું દળાય તેટલી માનવમેદની ઉમટી
પરિક્રમા આજથી શરૂ થતા જ ભાવિકોનો મહાપ્રવાહ, ગિરનાર ઉપર અને ભવનાથ વિસ્તારમાં ભારે ભીડ, જય ગિરનારીના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું

( વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૦ જુનાગઢમાં ગિરનાર ઉપર પરિક્રમાની ભારે ભીડ જોવા મળી રહી છે. પરિક્રમા આજથી શરૂ થઈ છે, ત્યારે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો મોટો પ્રવાહ ગિરનાર તરફ વળ્યો છે.
જુનાગઢ અને ભવનાથ ખાતે હૈયે હૈયું દળાય તેટલી માનવમેદની ઉમટી પડી છે. ભવનાથના મુખ્ય માર્ગો, પરિક્રમા પ્રવેશદ્વાર અને ગિરનારના પગથિયાં ઉપર ભાવિકોની લાંબી કતારો જોવા મળી રહી છે. લાખો ભાવિકો ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે ઉમટી પડ્યા છે.
ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જય ગિરનારી, જય અંબે, હર હર મહાદેવના નાદ સાથે ભાવિકો પરિક્રમા માર્ગે આગળ વધી રહ્યા છે. તંત્ર દ્વારા પણ ભીડને પહોંચી વળવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
પરિક્રમાના પગલે ભવનાથ વિસ્તારમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે. દુકાનો, ભોજનાલયો અને પ્રસાદની દુકાનો ઉપર પણ ભાવિકોની ભીડ જોવા મળી રહી છે.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
