<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th November 2026

અમરેલીના આંબરડી સફારી પાર્કમાં સિંહની પજવણી મામલે વનમંત્રીએ તટસ્થ તપાસ કરવાની ખાતરી આપી

વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે અને તપાસ બાદ જે પણ દોષિત જણાશે તેમની વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે

અમરેલીના આંબરડી સફારી પાર્કમાં સિંહની પજવણીના વીડિયો મામલે વનમંત્રી અર્જુનભાઈ  મોઢવાડિયાનું નિવેદન સામે આવ્યું છે. વનમંત્રીએ સમગ્ર મામલે તટસ્થ રીતે તપાસ કરવાની ખાતરી આપી છે. તેમણે જણાવ્યું કે, આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે અને તપાસ બાદ જે પણ દોષિત જણાશે તેમની વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે. સિંહની પજવણીના વીડિયો વાયરલ થયા બાદ વન્યજીવોની સુરક્ષા અને વનવિભાગની કામગીરી સામે સવાલો ઊઠ્યા છે. ત્યારે હવે તપાસમાં શું સામે આવે છે અને જવાબદારો સામે કેવાં પગલાં લેવાય છે તેના પર સૌની નજર છે.

(8:07 PM IST)