News of Saturday, 21st November 2026
હોર્મુઝની ખાડીમાં ફરી ભડકો થવાના એંધાણ
બેન્જામીન, બિન જામીન આરોપી બને અને ટ્રમ્પ, ટર્મ પુરી થવા પૂર્વે જ વિદાય લે તે નિશ્ચિત બની રહયુ છે ત્યારે...

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૨૧: સોના-ચાંદીનું વૈશ્વિક બજાર કેમ ગગડયુ? તેના એક નહી પણ એકથી વધુ કારણો છે જે સંશોધનનો વિષય હોય, તેને સાઇડલાઇન કરી, ચર્ચાતુ મુખ્ય કારણ જોઇએ તો શેનઝેન સમિટ કે જેમાં વિશ્વની ત્રણ નેતા-હસ્તીઓ મળી તે પણ છે. જો કે આ સમિટથી તેની કોઇ ખાસ ફલશ્રૃતિ જોવા મળી નહી. યુધ્ધના ભણકારા હજુએ યથાવત છે. ટ્રમ્પને સેનેટમાં એ બાબતે બહુમતિ મળવા પામી છે કે નવા વર્ષની શરૂઆત પહેલા ટ્રમ્પ ઇરાન પર મોટો હુમલો કરી શકે છે તે હવે સ્પષ્ટ થઇ રહયા છે. નેતન્યાહુ અર્થાત બેન્જામીન હવે બિન જામીન ગૂનેગાર ઠરે તેવા પ્રયાસોમાં ઇઝરાયેલના નવા બનનારા દેશ નેતા કાર્યરત જોવા મળી રહયા છે. તો ટ્રમ્પનો વિરોધપક્ષ પણ ટ્રમ્પની હવે બાકી રહેનારી બે વર્ષની ટર્મ પૂર્વે જ તેને પદ પરથી વિદાય લે તેવો તખ્તો ગોઠવવામાં સક્રીય જોવા માંડી રહી છે.
ત્યારે ટ્રમ્પ અને નેતન્યાહુ, બન્ને નેતા વિદાય થવા પહેલા ઇરાન પર કંઇક ‘‘મોટુ'' કરવા થનગની રહયા હોઇ, હાલના ૨૦૨૬ના વર્ષની વિદાય પહેલા હોર્મુઝના કેન્દ્ર સ્થાને કોઇ મોટો ભડકો થવો હવે સંભવ બની રહયો છે
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
