તા. ૧૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૯ ગુરૂવાર
News of Saturday, 21st November 2026
જામનગરના રવાણી ખીજડીયાની સીમમાં બનાવટી ઘી બનાવવાની
ફેકટરી ઝડપાઇઃ પ.૭૭ લાખનું ૯૩ર લીટર ઘી જપ્ત જામનગર પંચોકષી એ ડિવીઝન પોલીસ દ્વારા કાર્યવાહીઃ મનસુખ દેસાભાઇ ખીમસુરીયા અને ભરત દેશાભાઇ ખીમસુરીયા સામે કાર્યવાહી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ તા.ર૧, જામનગર જીલ્લાના રવાણી ખીજડીયા ગામની સીમમાં બનાવટી ઘી બનાવવાની ફેકટરી માંથી બનાવટી ઘી લીટર ૯૩૨ .રૂ.૫,૭૭.૮૪૦/- જામનગર પંચકોષી એડીવીઝન પોલીસે જપ્ત કર્યુ છે. પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટ તથા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની (IPS) ની સુચનાથી કાર્યવાહી કરાઇ છે. નાયબ પોલીસ અધીક્ષક પિયુષ વાંદા જામનગર ગ્રામ્ય વિભાગ માર્ગદર્શન મુજબ
જામનગર જીલ્લાના રવાણી ખીજડીયા ગામની સીમમાં ભરત દેશાભાઇ ખીમસુરીયા તથા મનસુખ દેશાભાઇ ખીમસુરીયા રહે.બંન્ને જામનગરવાળા પોતાની કબ્જા ભોગવટાની વાડીમા બનાવટી ઘી બનાવવાની કામગીરી કરે છે જે હકીકત આધારે સદર જગ્યાએ જઇ તપાસ કરતા સદર જગ્યાએ મનસુખભાઇ દેશાભાઈ ખીમસુરીયા હાજર મળી આવેલ અને પોતાની કબ્જાની વાડીમા બનાવટી ઘી બનાવવાની ફેક્ટરી ચાલુ હોય અને તેમા મશીનરીથી બનાવટી ઘી બનાવવાનું કામ ચાલુ હોય જેથી સ્થળ ઉપરથી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરતા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધીકારીશ્રી ડો.આર.જે.કોટડીયા નાઓ સ્થળ પર બોલાવી તેઓએ સદર હાજર ઘી નો જથ્થો ચેક કરતા સદર ઘી બનાવટી હોય જે બનાવટી ઘી નો જથ્થો આશરે ૯૩૨ લીટર જેની કી.રૂ.૫,૭૭,૮૪૦/- મળી આવેલ જેમાથી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધીકારીશ્રીએ સેમ્પલો મેળવેલ હોય જેમાં ૨૦૦ એમ.એલ. ના ડબ્બા નંગ ૨૧૬૦ ભરેલ હોય જેના પર "KT Bandhan cows pure ghee" ના સ્ટીકર લગાવેલ જે સ્થળ પર શીલ કરવામાં આવેલ તેમજ બાકીનું આશરે ૫૦૦ લિટર બનાવટી ઘી નો જથ્થો સ્થળ ઉપર નાશ કરેલ અને સદર બનાવટી ઘી અંગે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધીકારી સાથે રહી કાયદેશરની કામગીરી કરેલ છે.
આ કાર્યવાહી પંચકોષી ‘એ' ડીવી. પો.સ્ટે. ના પો.ઇન્સ. આઈ.એ.ઘાસુરા તથા એ.એસ.આઇ. નિર્મળસિંહ બી. જાડેજા તથા જયપાલસિંહ વી.જાડેજા તથા પો.હેડ કોન્સ. જયદિપસિંહ એસ.જાડેજા તથા ચેતનભાઈ આર.ઘાઘરેટીયા તથા હરદેવસિંહ એમ. ઝાલા તથા પો.કોન્સ. દિગવિજયસિંહ એમ.જાડેજા તથા કમલેશભાઇ એ. ખીમાણીયા વિગેરે નાઓએ કરેલ છે
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
