તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
કાલાવડના રણુજા ધામમાં ભક્તોનું ઘોડાપુરઃ બાબા રામદેવજી મહારાજને અર્પણ અન્નકૂટ
ભાઇબીજનું વિશેષ મહત્વ હોવાથી ભાવિકોએ સુખ, શાંતિ, સમૃધ્ધિ માટે પ્રાર્થના કરી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૩: દિવાળી અને નૂતન વર્ષના પાવન પર્વોની ઉજવણી બાદ આજે ભાઈબીજના પવિત્ર દિવસે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ રણુજા ખાતે શ્રદ્ધાળુઓનું ભવ્ય ઘોડાપુર ઉમટી પડ્યું છે. દિવાળી વેકેશનનો માહોલ હોવાથી વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો બાબા રામદેવજી મહારાજના દર્શનાર્થે પહોંચ્યા હતા. ભાઈબીજ નિમિત્તે ધામ ખાતે રામાપીરને ૫૬ ભોગ સાથેનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, જેના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
સામાન્ય રીતે દર મહિનાની બીજનું રણુજા ધામમાં વિશેષ મહત્વ હોય છે, પરંતુ દિવાળી પછીની આ બીજ હોવાથી શ્રદ્ધાળુઓનું કીડીયારૂઉભરાયું હતું. ગુજરાતના ખૂણે-ખૂણેથી આવેલા ભાવિકોએ બાબા રામદેવજી મહારાજના ચરણોમાં શિર ઝુકાવી પરિવારમાં સુખ, શાંતિ અને સમળદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
ધામના પૂજારી જગદીશભાઈ ચુડાસમા તેમજ ભાવનગર અને રાજકોટથી આવેલા ભક્તો રાજુભાઈ ચૌહાણ અને પ્રિયાંશી પરમારે જણાવ્યું હતું કે, ભાઈબીજના દિવસે રામાપીરના દર્શનનું અનોખું મહત્વ છે. અન્નકૂટ દર્શનનો લાભ લઈ તમામ ભક્તોએ ધન્યતાની અનુભૂતિ કરી હતી. (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
