તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
મોરબીના લાલપર નજીક બંધ સિરામિક કારખાનામાં દોઢ લાખના કોપર કેબલ વાયરની ચોરી
દિવાળીની રજામાં મોઢે બુકાની બાંધી હથિયારો સાથે ઘૂસેલા પાંચ શખ્સો સીસીટીવીમાં કેદ

મોરબી તા.૨૧: રવાપર રોડ પર એકતા એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા વૈભવભાઈ પ્રેમજીભાઈ ચાડમીયા (ઉ.વ. ૨૭) લાલપર ગામની સીમમાં જૂના રફાળેશ્વર તરફ જવાના રસ્તે પાવર હાઉસની સામે ‘‘કમાન્ડર સીરામીક ઈન્ડસ્ટ્રીઝ'' નામે ભાગીદારીમાં ર્પાકિંગ ટાઈલ્સનું કારખાનું ધરાવે છે. દિવાળીના તહેવાર નિમિત્તે તા. ૦૭/૧૧/૨૦૨૬ થી ૧૪/૧૧/૨૦૨૬ સુધી કારખાનામાં શટ-ડાઉન રજા રાખવામાં આવી હતી. રજા બાદ તા. ૧૪/૧૧/૨૦૨૬ ના રોજ પ્રોડક્શન ફરી શરૂ કરવા માટે ઓપરેટર કુલદીપભાઈ અને નિશાંતભાઈએ કીલન મશીન ચાલુ કરવાનો પ્રયાસ કરતા મશીન ચાલુ થયું ન હતું. તપાસ ક૨તા પાવર કનેક્શનના કેબલ વાયર કપાયેલા હોવાનું સામે આવ્યું હતું.
આ અંગે ફરિયાદીએ તેમના ભાગીદાર સરિષભાઈ હિંમતલાલ ઠોરીયાને જાણ કરી કારખાનાના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જેમાં ગત તા. ૦૯/૧૧/૨૦૨૬ ના રોજ મોડી રાત્રે આશરે ૧૧ વાગ્યાના સુમારે અજાણ્યા પાંચેક શખ્સો મોઢે બુકાની બાંધી, હાથમાં લોખંડના પાઈપ અને ધારીયા જેવા હથિયારો સાથે જોવા મળ્યા હતા. આ તસ્કરો કેનાલ સાઈડની દિવાલની લોખંડના સળિયાવાળી બારીની ગ્રીલ તોડી/કાપીને બંધ શેડમાં ઘૂસ્યા હતા અને કીલન તથા સાઈઝિંગ એરિયામાંથી કેબલ વાયર કાપીને ચોરી કરી ગયા હતા. તસ્કરો કારખાનામાંથી કીલન મશીનનો ૩૫ એમ.એમ.નો અંદાજે ૬૯૨ મીટર કોપર કેબલ વાયર (કિં. રૂ. ૧,૧૫,૦૦૦) તેમજ ૧.૫ એમ.એમ.નો અંદાજે ૧૧૫ મીટર ફોરકોર કેબલ વાયર (કિં. રૂ. ૪૫,૦૦૦) મળી કુલ રૂ. ૧,૬૦,૦૦૦ નો મુદ્દામાલ ચોરી કરી નાસી છૂટયા હતા. આજ રોજ મોરબી તાલુકા પોલીસ મથકે આ બનાવ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. તપાસ પી.એસ.આઈ. શિવાંગકુમાર ભટ્ટને સોંપી છે.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
