News of Saturday, 21st November 2026
ગોંડલમાં નશાના કારોબાર પર તંત્રનું ‘ બુલડોઝર' રૂ. ૨.૫૩ કરોડના વિદેશી દારૂની ૭૦,૩૭૧ બોટલો પર રોડ રોલર ફેરવી દેવાયું
ગોંડલ સબ-ડિવિઝનના ૪ પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા મુદ્દામાલનો નાશઃ મેજિસ્ટ્રેટના હુકમ બાદ પ્રાંત અધિકારી અને DySP સહિતના અધિકારીઓની હાજરીમાં કાર્યવાહી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૨૦: ગોંડલ સબ-ડિવિઝન હેઠળના ચાર પોલીસ સ્ટેશનોમાં અલગ-અલગ પ્રોહિબિશનના ગુનાઓ હેઠળ ઝડપાયેલા વિદેશી દારૂના જંગી જથ્થાનો વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત રીતે નાશ કરવામાં આવ્યો હતો. ખુલ્લા મેદાનમાં વિદેશી દારૂની કુલ ૭૦,૩૭૧ બોટલોને હારબંધ ગોઠવી તેના પર રોડ રોલર ફેરવી દઈ રૂ. ૨,૫૩,૮૫,૩૯૫ ની કિંમતના મુદ્દામાલનો કડૂસલો બોલાવી દેવામાં આવ્યો હતો.
ગોંડલ સબ-ડિવિઝન હેઠળના ચાર પોલીસ સ્ટેશનમાં પકડાયેલા વિદેશી દારૂ ના જથ્થાની વિગતો મુજબ તાલુકા પોલીસ સ્ટેશન નો સૌથી વધુ ૬૫,૯૩૭ બોટલોનો નાશ કરાયો હતો. જેની અંદાજિત કિંમત રૂ. ૨,૩૫,૪૫,૦૫૭ થાય છે.
એ-ડિવિઝન પોલીસ સ્ટેશન નો ૧,૬૧૬ બોટલોનો નાશ કરાયો હતો. જેની કિંમત રૂ. ૭,૬૪,૫૮૦ આંકવામાં આવી છે. બી-ડિવિઝન પોલીસ સ્ટેશન નો ૯૫૧ બોટલોનો નાશ કરાયો હતો.જેની કિંમત રૂ. ૭,૦૮,૪૪૯ છે. સુલતાનપુર પોલીસ સ્ટેશન નો ૧,૮૬૭ બોટલોનો નાશ કરાયો હતો. જેની કિંમત રૂ. ૩,૬૭,૩૦૯ થાય છે. આ કામગીરી સમયે પ્રાંત અધિકારી વંડા, ડીવાયએસપી ઝાલા તથા ચારેય પોલીસ સ્ટેશન નાં પીઆઇ સહિત નો સ્ટાફ હાજર રહ્યો હતો.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
