તા. ૧ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૫ રવિવાર
News of Monday, 16th November 2026
જામજોધપુરના ગુન્હાનો ફરારી પકડાયો

જામનગરઃ જામજોધપુર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એમ.એન.શેખ સર્વેલન્સ પોલીસ સ્ટાફના માણસો પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાન એ.એસ.આઇ. લક્ષ્મણભાઇ આર ચાવડા તથા પો. હેડ.કોન્સ.જે.ડી. મેઘનાથી તથા પો. કોન્સ.વલ્લભભાઇ માલદેભાઇ ભાટુ તથા પો.કોન્સ. અશોકભાઇ બાબુભાઇ ગગીયા નાઓને બાતમી મેળેલ કે જામજાધપુર પો. સ્ટે.ના પ્રોહી ગુ.ર.નં- ૧૧૨૦૨૦૨ ૬૨૬૦૫૯૬/૨૦૨૬ પ્રોહિ કલમ ૬૫ (એ) (ઇ),૧૧૬૫(બી), ૯૮(૨), ૮૧, ૮૩ મુજબ ના ગુન્હાના કામે બીએનએસએસ કલમ ૭૫ મુજબ વોરંટનો છેલ્લા ચાર મહિનાથી નાસતો ફરતો આરોપી રબારી રૂપેશ અમરાભાઇ છેલાણા રહે. મેલાણ ગામ વાળો હાલે કોટડા બાવીશી ગામના પાટીએ હાજર છે જે હકિકત આધારે આરોપીને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
