<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

જસદણના ઘેલા સોમનાથમાં કુંવરજીભાઇની અધ્‍યક્ષતામાં કાલે ભાજપનું સ્‍નેહમિલન

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ, તા.૨૧: જસદણ વિધાનસભા ૭૨ બેઠકનું ભારતીય જનતા પાર્ટીનું તોહ મિલન આવતી કાલે રવિવારે સાંજે ઘેલાં સોમનાથ મંદિર ખાતે ધારાસભ્‍ય અને રાજ્‍યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્‍યક્ષસ્‍થાને યોજવામાં આવશે આ તોહ મિલન સમારોહમાં જસદણ વિંછીયા પંથકના તમામ હોદ્દેદારો આગેવાનો અને કાર્યકરો ઉપસ્‍થિત રહેશે આ અંગે  તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે સાંજે ૪ વાગ્‍યે યોજાનારા આ તોહ મિલન સમારોહમાં બંને તાલુકાના પ્રત્‍યેક ગામોમાંથી ભારતીય જનતા પાર્ટીના તમામ સાથે પ્રજાજનો બહોળી સંખ્‍યામાં સામેલ થશે આ અંગે જસદણ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિજયભાઈ રાઠોડે જણાવ્‍યું હતું કે ભાજપએ પ્રજાજનોનો વિશ્વાસ હજું વધું મજબૂત બને તે માટે રાજ્‍યની તમામ ધારાસભ્‍યોની બેઠક પર તોહ મિલન સમારોહનું આયોજન કર્યું છે તેના ભાગરૂપે જસદણમાં પણ છે ત્‍યારે દરેક પ્રજાજનોને જાહેર નિમંત્રણ આપવામાં આવ્‍યું છે

(1:32 PM IST)