<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

દ્વારકામાં"ભારત સ્વસ્તિક યાત્રા શ્રી રામકથા"ના દ્વિતીય પડાવના પ્રારંભ પૂર્વે પૂ.મોરારીબાપુએ નેસડામાં ગ્રામજનો સાથે કરી આત્મીય મુલાકાત

દ્વારકા તરફની યાત્રા પૂર્વે નેસડામાં ચા પીધી : ગ્રામજનોના ખબર-અંતર પૂછ્યા : સૌની સાથે વિવિધ વિષયો પર હૃદયપૂર્વક ચર્ચા કરી

( મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા 14  : ભારત સ્વસ્તિક યાત્રાનો દ્વિતીય પડાવ આજથી દ્વારકા ખાતે પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે દ્વારકા તરફ પ્રયાણ કરતાં પહેલાં નાગેશ્વર રોડ પર આવેલા નેસડા ગામ ખાતે પૂજ્ય મોરારીબાપુએ થોડો સમય રોકાણ કર્યું હતું.

આ દરમિયાન પૂ. મોરારીબાપુએ નેસડા ગામમાં ચાની ચુસ્કી માણી હતી અને ગામના લોકો સાથે હળવાશભર્યા માહોલમાં આત્મીય મુલાકાત કરી હતી. તેમણે ગ્રામજનોના ખબર-અંતર પૂછ્યા હતા તેમજ સૌની સાથે વિવિધ વિષયો પર હૃદયપૂર્વક ચર્ચા કરી હતી.

પૂજ્ય મોરારીબાપુની આ સાદગીભરી અને આત્મીય મુલાકાતથી નેસડા ગામના લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. બાપુએ ગ્રામજનો સાથે વિતાવેલી આ ક્ષણો સૌ માટે યાદગાર બની રહી હતી.

(11:13 AM IST)