News of Saturday, 14th November 2026
ધ્રોલમાં કાલે ‘આપ'નો શક્તિપ્રદર્શન સમાન સ્નેહમિલન સમારોહઃ ગોપાલ ઈટાલિયા સહિતના દિગ્ગજ નેતાઓની રહેશે ઉપસ્થિતિ
નવા વર્ષના સ્નેહમિલન સાથે જાહેર સભાનું આયોજન, પટેલ સમાજ ખાતે સાંજે ૫ વાગ્યે કાર્યક્રમ યોજાશે

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૧૪: કાલાવાડ વિધાનસભા આમ આદમી પાર્ટી દ્વારા નવા વર્ષ નિમિત્તે ધ્રોલમાં સ્નેહમિલન સમારોહ અને જાહેર સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી રવિવાર, તા. ૧૫ નવેમ્બર, ૨૦૨૬ના રોજ સાંજે ૫ વાગ્યે ધ્રોલના એસ.ટી. રોડ પર આવેલા પટેલ સમાજ ખાતે આ કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમમાં વિસાવદરના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા શ્રી ગોપાલ ઈટાલિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. જ્યારે જામજોધપુરના ધારાસભ્ય શ્રી હેમંત ખવા તેમજ સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર શ્રી ધર્મેશભાઈ ભંડેરી અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે.
આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ શ્રી તેજસભાઈ ગાજીપરા, જામનગર ગ્રામ્ય વિધાનસભાના પ્રભારી શ્રી પ્રકાશભાઈ દોંગા અને જામનગર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી વશરામભાઈ આહીરની પણ વિશેષ ઉપસ્થિતિ રહેશે.
કાલાવાડ વિધાનસભા પ્રભારી ડો. કલ્પેશ મકવાણા દ્વારા આ કાર્યક્રમમાં પક્ષના કાર્યકરો, આગેવાનો અને આમ જનતાને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ધ્રોલ તાલુકા યુવા પ્રમુખ યોગેશ લીબાસીયા, દ્રારા નવા વર્ષના સ્નેહમિલન સાથે યોજાનારી આ જાહેર સભામાં પક્ષના આગેવાનો કાર્યકરો સાથે સંવાદ સાધશે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ માટે ભોજનની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.(
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
