News of Saturday, 21st November 2026
જુથડ પાટીયા નજીક ઉભેલા યુવકને ટેમ્પો ટ્રાવેલરે હડફેટે લેતાં મોત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૧ :.. જેતપુર - સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર જુથળ પાટીયા નજીક આવેલ કિંગડમ હોટલમાં નોકરી કરતાં યોગેશભાઈ ગૈનીયા તથા મરણ જનાર ખીમેશસીંગ કેદારસીંગ મેવાડી બન્ને કિંગડમ હોટલ ખાતેથી સોમનાથ ફરવા જવા નીકળેલ અને કિંગડમ હોટલ સામે વાહનની રાહ જોતા હતા ત્યારે સોમનાથ તરફથી ગ્રે કલરની ટેમ્પો ટ્રાવેલ્સ રજી.નં. જીજે-૨૩-એડબલ્યુ-૭૧૨૨ ના ચાલકે તેના હવાલાની ફોરવ્હીલ ગાડી પૂરપાટ ઝડપે ચલાવી આવી ખીમેશસીંગ કેદારસીંગ મેવાડી ઉ.વ. ૨૪ વાળાને હડફેટે લઈ પછાડી દઈ માથાના ભાગે ગંભીર ઈજા કરી મોત નીપજાવી નાસી જઈ ગુન્હો કરેલ છે. માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં
યોગેશભાઈ નારાયણસીંગ ગૈનીયા ઉમર વર્ષ ર૩, હાલ રહેવાસી જુથડ, કિંગડમ હોટલ ખાતે., જી. જૂનાગઢ,મુળ રહેવાસી સુવાકોટ પોખરી, તા. ખનશુ, જી. નૈનીતાલ રાજ્ય ઉત્તરાખંડ નોધાવેલ ફરિયાદ મુજબ વતનના અમો ત્રણ જણા જેમાં હું તથા ખીમેશસીંગ કેદારસીંગ મેવાડી તથા કુંદનસીંગ રાવત એ રીતેના જુથડ પાટીયા નજીક આવેલ કિંગડમ હોટલ ખાતે કુકનું કામ કરી હોટલ ખાતે જ રહે છે.
વાહન જતું રહેલ પરંતુ પાછળથી રજી. નંબર જોતા તેમના રજી.નં. જીજે-૨૩-એડબલ્યુ-૭૧૨૨ ના હતા અને ખીમેશસીંગને હડફેટે લેતા તેને માથાના ભાગે ઈજા થયેલ અને લોહી નીકળવા લાગેલ હોય તેમજ અન્ય શરીરે પણ ઈજાઓ થયેલ હોય અને આ એક્સીડન્ટ થતાં કિંગડમ હોટલવાળા ગોવિંદભાઈ અરજણભાઈ રાવલીયા તથા બીજા અન્ય માણસો આવી ગયેલ અને તેમની ફોરવ્હીલ ગાડીમાં આ ખીમેશસીંગને લઈ પ્રથમ કેશોદ સાંગાણી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જતા ત્યાં ખીમેશસીંગને સારવાર આપી દાખલ કરેલ અને ત્યાંથી બપોરના એમ્બ્યુલન્સમાં કે.જે. હોસ્પિટલ ખાતે લઈ જતા રસ્તામાં ખીમેશસીંગ ગુજરી ગયેલ હોય જેથી પરત કેશોદ સરકારી દવાખાને લઈ આવેલ અને અહીં કેશોદ સરકારી દવાખાને ડોક્ટરે તપાસી ખીમેશસીંગને તપાસી મરણ ગયેલ હોવાનું જણાવેલ છે.
માળીયા હાટીના પોલીસ દ્વારા ગ્રે કલરની ટેમ્પો ટ્રાવેલ્સ રજી.નં. જીજે-૨૩-એડબલ્યુ-૭૧૨૨ ના ચાલકે નાસી ગયેલ હોય જેથી તેમની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
