તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
કચ્છના નખત્રાણામાં માતાએ ૧૧ મહિનાના નાનકડા પુત્ર સાથે પેટ્રોલ છાંટી પોતાને આગ ચાંપી
ગંભીર રીતે દાઝેલા માતા, પુત્ર બંને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૧ : કચ્છના નખત્રાણાના સુપર માર્કેટ વિસ્તારમાં ગુરુવારે સાંજે ૨૬ વર્ષીય પરિણીત સ્નેહાબા મયુરસિંહ સોઢાએ પોતાના ૧૧ માસના પુત્ર પ્રાશીવરાજ સાથે શરીર પર પેટ્રોલ છાંટી આગ ચાંપી હતી. ઘટનામાં માતા-પુત્ર ગંભીર રીતે દાઝતાં 108 મારફતે નખત્રાણા સરકારી દવાખાને ખસેડાયા હતા. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્નેહાબા મૂળ ભુજ તાલુકાના કોટડા (ચકાર) ગામનાં વતની છે અને હાલ કિડાના ખાતે પરણેલાં છે. બનાવ અંગે નખત્રાણા પોલીસે તપાસ હાથ ધરી છે. આગ ચાંપવા પાછળનું કારણ જાણવા મળ્યું નથી.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
