<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

વાલસુરામાં બીમારીથી કંટાળી પરિણીતાએ ગળેફાંસો ખાધો

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૪ :મુળ હરીયાણા અને વાલસુરામાં ફરજ બજાવતા હાલ આઈ.એન.એસ. વાલાસુરા એરીયા સિવીલીયન બે માળીયા કવાટર ઈ-૪પ૬ માં રહેતા પવનકુમાર દિલસુખરામ દહીયા ઉ.વ. ૪૩ એ પોલીસમાં જાહેર કરેલ છે કે, તેમની પત્‍નિ ચેતના પવનકુમાર દહીયા ઉ.વ. ૪ર વાળી ને છેલ્લા પાચેક મહિનાથી માનીસીકની બીમારી થયેલ હોય અને તેની દવા ચાલુ હતી અને તેમના પતિના માનવા પ્રમાણે મરણ જનાર ચેતનાબેને પોતાની બીમારીથી કંટાળી જઈ પોતાના હાથે સરકારી કવાટરની છત કેબીન પાસે સીડીની સ્‍ટીલની ગ્રીલમાં પ્‍લાસ્‍ટીકની રબ્‍બરના વાયર વડે ગળાફાંસો ખાઈ લેતા તેમને સારવાર માટે હોસ્‍પિટલમાં લઈ જતાં ફરજ પરના તબીબે તેઓને મરણ થયેલ જાહેર કરેલ છે.

(12:19 PM IST)