તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
ગોંડલમાં બેસતા વર્ષના રાપરમાં દિવસે બેકાબુ બાઇક થાંભલા સાથે અથડાતા ચાલકનું મોત
માર્કેટયાર્ડમાં મજુરી કામ કરતા મહિપાલભાઇ વાળાના મોતથી અરેરાટીઃ થાંભલા પાસે ઉભેલ સગીરને ઉલાળતા ઇજા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૩: ગોંડલના કપુરીયા ચોક પાસે પુરપાટ ઝડપે જઈ રહેલા એક બાઇક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બેકાબૂ બનેલા બાઇકે સૌપ્રથમ પાન પાર્લર પાસે ઊભેલા ૧૫ વર્ષીય સગીરને અડફેટે લીધો હતો અને ત્યારબાદ સીધું નગરપાલિકાના સ્ટ્રીટ લાઇટના પોલ સાથે ધડાકાભેર અથડાતા બાઈક ચાલક નું ગંભીર ઈજાઓ ને કારણે મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ કપુરીયા ચોક ખાતે આવેલા શ્નરાજબાઈ પાનઙ્ખ પાર્લર નજીક નૂતન વર્ષના દિવસે પ્રમુખનગરમાં રહેતા ૨૫ વર્ષીય મહિપાલભાઈ રણજીતભાઈ વાળા પોતાનું બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક વાહન પરથી કાબૂ ગુમાવી બેઠા હતા.પાન પાર્લર પાસે ઠંડું પીણું લેવા ઊભેલો અમદાવાદનો ૧૫ વર્ષીય સગીર, જે ગોંડલમાં એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા આવ્યો હતો, તે અચાનક પૂરપાટ ઝડપે આવેલા બાઇકની અડફેટે આવી જતાં ઘવાયો હતો.
સગીરને ઉડાવ્યા બાદ બાઇક સીધું રોડ સાઈડ પર રહેલા નગરપાલિકાના સ્ટ્રીટ લાઈટના લોખંડના પોલ સાથે ધડાકાભેર અથડાયું હતું. ટક્કર એટલી ઙ્કચંડ હતી કે બાઇકના ફુરચેફુરચા ઊડી ગયા હતા.અકસ્માતમાં ગંભીર રીતે લોહીલુહાણ થયેલા મહિપાલભાઈ વાળાને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મળત જાહેર કર્યા હતા.ઉપરાંત ઈજાગ્રસ્ત ૧૫ વર્ષીય સગીરને પણ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.
બનાવ સમયે એકઠા થયેલા લોકોમાં ચર્ચાતી વિગત મુજબ નગરપાલિકાએ આ જગ્યાએ સિમેન્ટ નુ સ્પિડબ્રેકર બનાવ્યુ હોય જે ટુ વ્હીલર ચાલકો માટે જોખમી બન્યુ છે.મહિપાલભાઈ પણ સ્પિડબ્રેકર પર થી બાઇક સહિત ફંગોળાયા હતા.અને અકસ્માત સર્જાયો હતો.
મળતક મહિપાલભાઈ માર્કેટ યાર્ડ માં મજુરીકામ કરતા હતા.અને અપરણિત હતા.તેના પિતા રીક્ષા ચલાવે છે. પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
