News of Saturday, 14th November 2026
જામનગરમાં જાહેરમાં કાટી છાપ જુગાર રમતા ૭ ઝડપાયા

જામનગરઃ શહેરમા ન્યુ સાધના કોલોની, બ્લોક નંબર-૫૧ ની બાજુમા ગલીમાં જાહેરમા રૂપીયાના સિકકા ઉલાળી કાટી છાપ નામનો પૈસાની હારજીતનો જુગાર રમતા રોકડ રૂ. ૫૨,૦૦૦/- ચલણી સિકકા નંગ-૨ કિ.રૂ. ૨/૦૦ તથા મો.સા. - ૦૪ કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન -૮ કિ.રૂ. ૪૦,૦૦૦/- મળી કુલ રૂ. ૨,૯૨,૦૦૨/- ના મુદામાલ સાથે ૧) અનીલભાઈ સોમાભાઈ ચાવડા રહે. સાધના કોલોની, બ્લોક નંબર એમ-૫૧ રૂમ નંબર ૩૮૬૫, ૨) રહીમભાઈ ઉર્ફે નંઢો ઇબ્રાહીમભાઈ ખીરા રહે. ગુલાબનગર વાંજાવાસ, જયશ્રીબેન ની દુકાન પાસે, ૩) યુનુસભાઈ ઇબ્રાહીમભાઈ ખીરા રહે. શંકરટેકરી, હુશેની ચોક, શોપીંગ સેન્ટરની પાછળ,૪) સુનીલભાઈ ફેરૂમલભાઇ નાગદેવ રહે. નીલકંઠ નગર, શેરી નંબર-૩, હર્ષદમીલ ની ચાલી પાસે, ૫) અશોકભાઈ ઉર્ફે મીર્ચી ખટાઉમલ મંગે રહે. દિ.પ્લોટ-૬૫, રામ કુટીરની સામેની ગલીમા, ૬) નાજીરભાઈ ઉર્ફે નાજલો નુરમામદ ધોધા રહે. શંકરટેકરી, નવી નિશાળ પાછળ, હુશેનીચોક, ૭) આફ્રીદી મહેબુબભાઇ દરજાદા રહે. શંકરટેકરી, સુભાષપરા શેરી નંબર-૨ ને ઝડપી લીધા હતા .
પકડવાના બાકી આરોપીઓઃ ૧) અનુ બાપુ રહે. શંકરટેકરી,૨) ઉમર હાજી ખફી રહે. શંકરટેકરી,૩) હિતેશ ઉર્ફે સાકીરો સોમાભાઈ ચાવડા રહે. સાધના કોલોની, ૪) લાલાભાઇ રહે. વસંત વાટીકા, ૫) ઇકુભાઈ રહે. શંકરટેકરી, મોટો હુશેની ચોક, ૬) બસીરભાઈ રહે. શંકરટેકરી, ફરાર થઇ ગયા હતા.
આ કાર્યવાહી પો.ઈન્સ વી.બી. ચૌધરીના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ. એમ.વી.ભાટીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, નિર્મળસિંહ જાડેજા, ધનશ્યામભાઈ ડેરવાળીયા, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા,ભરતભાઈ ડાંગર, કિશોરભાઈ પરમાર, સુમીતભાઈ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અજયભાઈ વીરડા,ધમેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
