News of Sunday, 8th June 2025
ભાવનગરમાં કલા સંસ્થા અંકુર દ્વારા 'નિજાનંદી મોજ' શબ્દ,સુર અને સંગીતનો મુશાયરો યોજાયો
દરેકે પ્રસ્તુત કર્તાની દમદાર પ્રસ્તુતિના કારણે સમયનો દોર ચોક્કસ ખૂટ્યો

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ભાવનગરના સેવાભાવી દંપતિ ડો. જ્યોત્સનાબેન જ્યોતિન્દ્રભાઈ કારેલિયાના નિવાસ્થાને સૂર શબ્દના સંગમનો મુશાયરોનું આયોજન અંકુર કલા સંસ્થાના મફતભાઈ સોલંકીના આગેવાની હેઠળ તથા ડો.દાન વાઘેલાના સંચાલન હેઠળ એક મનભાવન સંગીતના સુરો સાથેનો સુરીલો મુશાયરો નિજાનંદી મોજ યોજાઇ ગયો .જેમાં પ્રા. હિતેષ દેવલુક,પ્રા.જી.જે. ભોજક, કવિ જયેશભટ્ટ, પ્રમોદભાઈ પંડ્યા , સ્મૃતિબેન સોલંકી વિગેરેએ પોતાની પ્રસ્તુતિ આપેલ. ડો .જ્યોત્સનાબેન કારેલીયાએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી. ડો. જ્યોતીન્દ્રભાઈ કારેલીયાએ આદિવાસી ડાન્સની સુંદર રજૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં ભાવનગરનાં જાણીતા ફોટોગ્રાફર પૂર્ણિમા સ્ટુડિયોના કિરીટભાઈ રાજ્યગુરુ, ધનેશભાઈ રાજ્યગુરુ , જશવંતસિંહ ગોહિલ, નીલાબા ગોહિલ,
બિલ્ડર અનિલભાઈ કનાડા, મીનાબેન કનાડા, અંકુર સ્ટોર ના મહંમદ ભાઈ, જીવુબેન પ્રવીણભાઈ સોલંકી, નિલેશભાઈ પારેખ, મેઘનાબેન વિપુલભાઈ હિરાણી, ડો . પંકજ સોલંકી, હિરેનભાઈ ચાવડા ,રીનાબેન હરેશભાઈ રાઠોડ વિગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગાયક શ્રીકૃણાલ બારોટની પ્રાર્થના બાદ મુશાયરાનો દોર ત્રણ કલાક સુંધી અવિરત ચાલું રહ્યો . દરેકે પ્રસ્તુત કર્તાની દમદાર પ્રસ્તુતિના કારણે સમયનો દોર ચોક્કસ ખૂટ્યો હતો. છેલ્લે અંકુર કલા સંસ્થાના સ્થાપક મફતભાઈ સોલંકીના ધર્મપત્ની શ્રીમતી સ્મૃતિબેનના ગાયન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી કાર્યક્રમનું સંચાલન ડો. દાન વાઘેલા એ સુંદર રીતે કર્યું હતું.
(8:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
