<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

ભાવનગરમાં અહૅમ યુવા સેવા ગ્રુપ દ્વારા ૩૫૦૦૦ નોટબુકોનું વિતરણ કરાયું

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા. પ્રેરિત અહૅમ યુવા સેવા ગ્રુપ દ્વારા ભાવનગર અને તેની આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ સેવાકિય પ્રવૃત્તિઓમાં કાર્યરત

( વિપુલ હિરાણી દ્વારા )  ભાવનગર: ભાવનગરમાં અહૅમ યુવા સેવા ગ્રુપ દ્વારા આજ રોજ રાહત દરે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરેલ છે.
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા. પ્રેરિત અહૅમ યુવા સેવા ગ્રુપ ભાવનગર અને તેની આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ સેવાકિય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે.

અહૅમ યુવા સેવા ગ્રુપ દ્વારા ઘરે ઘરેથી પસ્તી એકઠી કરવામાં આવે  છે અને તેમાંથી ભેગી થયેલી રકમમાંથી વિવિધ પરોપકારી પ્રવુતિ હાથ ધરવામાં આવે છે. નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે અને અભ્યાસ માટે નો ખર્ચ દિન પ્રતિ દિન વધતો જઇ રહ્યો છે. આવા સંજોગોમાં મધ્યમ વર્ગીય કુટુંબના બાળકો માટે અભ્યાસ ખર્ચ મોંઘો થતો જઈ રહ્યો છે આવા કઠીન સંજોગોમાં અહૅમ યુવા સેવા ગ્રુપ દ્વારા પસ્તીમાંથી એકઠી થયેલ રકમમાંથી બાળકોને સહાયરૂપ થવા રાહતદરે ચોપડા (ફુલસ્કેપ નોટબુક) વિતરણ નું આયોજન કરવામાં આવ્યુ છે. આજે ૩૫૦૦૦ ચોપડા નું વિતરણ કર્યું હતું.

આ સેવા કાર્યમાંરિંકુબેન,તૃપ્તિબેન, કલ્પાબેન, અમીબેન, બીજલબેન, ડિમ્પલબેન,સમીરભાઈ,જયેશભાઈ, નિલેશભાઈ,, યોગેશભાઈ, જીમિતભાઈ, જૈનમભાઈ, કવિલભાઈ, રાજુભાઈ, દિલીપભાઈ, ભાવુભાઈ.મનીષભાઈ દોશી વિગેરે જોડાયા હતા.


 

(8:33 PM IST)